Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ:પાલનપુરમાં ગૌસેવકોએ કીર્તનયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

    1 day ago

    પાલનપુરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌસેવકો દ્વારા કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વિજય હનુમાન મંદિરથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ અંગે ગૌસેવક વિપુલે જણાવ્યું કે, આજે આ કાર્યક્રમ દેશભરના આશરે 790 જિલ્લાઓમાં એકસાથે યોજાયો હતો. ગૌમાતાની સુરક્ષા અને તેમને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો એ આ અભિયાનની મુખ્ય માંગ છે. પાલનપુરમાં 8,25,000 હસ્તાક્ષર સાથેનું પ્રાર્થના પત્ર કલેક્ટરને સુપરત કરાયું હતું. આ આવેદનપત્રો વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને રાજ્યપાલના નામે આપવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં કુલ સાડા સત્તર કરોડ હસ્તાક્ષર સાથે આ પ્રાર્થના પત્રો આપવામાં આવ્યા હતા. અગાઉ, આ અભિયાનના પ્રથમ ચરણમાં 5400 તાલુકાના મામલતદાર સુધી પ્રાર્થના પત્રો પહોંચાડવામાં આવ્યા હતા. ત્રણ મહિના રાહ જોયા બાદ કોઈ પરિણામ ન મળતા, હસ્તાક્ષર અભિયાન ફરી શરૂ કરાયું હતું. ગૌસેવકોએ સરકારને ઝડપથી ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા અને કતલખાના બંધ કરવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી જિલ્લાને 93.55% સ્કોર સાથે રાષ્ટ્રીય સિદ્ધિ:ખંભીસર આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર મળ્યું
    Next Article
    સિનિયર સિટીઝનને વાતોમાં ફોસલાવી દાગીના પડાવનાર ઠગ ઝડપાયો:'હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે' કહી દાગીના પડાવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment