Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લાને 93.55% સ્કોર સાથે રાષ્ટ્રીય સિદ્ધિ:ખંભીસર આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર મળ્યું

    1 day ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખંભીસરને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા પ્રમાણપત્ર મળ્યું છે. નવી દિલ્હીની નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC) ટીમ દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં આ કેન્દ્રએ ૯૩.૫૫ ટકાનો ઉચ્ચ સ્કોર હાંસલ કર્યો છે. આ સિદ્ધિ અરવલ્લી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરોનું NQAS અંતર્ગત મૂલ્યાંકન કરાયું હતું. ખંભીસર કેન્દ્રએ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓના 12 માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ મૂલ્યાંકનમાં સગર્ભા માતા અને નવજાત શિશુની સંભાળ, રસીકરણ, બાળ અને કિશોર આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, ઓપીડી અને પ્રસૂતિ જેવી સેવાઓની ગુણવત્તા તપાસવામાં આવી હતી. આ સિદ્ધિ પાછળ જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ સેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. યજ્ઞેશ નાયક, મેડિકલ ઓફિસર ડૉ. દીપક પટેલ, આયુષ તબીબ ઝલક શાહ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મમતા પરમાર અને કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓની સમર્પિત ટીમનો મહત્વપૂર્ણ ફાળો છે. તેમની સતત મહેનત અને ગુણવત્તાકેન્દ્રી અભિગમને કારણે આ કેન્દ્રે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે. આ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મળવાથી વિસ્તારના નાગરિકોને વધુ ગુણવત્તાસભર, સુરક્ષિત અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આનાથી અરવલ્લી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ થઈ છે અને જિલ્લાની આરોગ્ય સેવાઓની ક્ષમતા વધુ મજબૂત બની છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમના નિર્દેશ પર હાઈકોર્ટ દ્વારા રખડું શ્વાનોને લઈને સૂઓમોટો:રાજ્ય સરકાર અને ઓથોરિટી પાસેથી મંગાયો અમલીકરણ રિપોર્ટ, 4 ઓગસ્ટે વધુ સુનાવણી
    Next Article
    ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ:પાલનપુરમાં ગૌસેવકોએ કીર્તનયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment