Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનિયર સિટીઝનને વાતોમાં ફોસલાવી દાગીના પડાવનાર ઠગ ઝડપાયો:'હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે' કહી દાગીના પડાવ્યા હતા

    एक दिन पहले

    વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધાનો સહારો લઈ સોનાના દાગીના પડાવી લેતી ગેંગના એક આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે તેનો સાગરીત હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. ગેંગ નંબર પ્લેટ વગરની બાઈક પર ફરતી હતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સિનિયર સિટીઝન મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લેતી ગેંગ નંબર પ્લેટ વગરની બાઇક પર વડોદરા શહેરમાં ફરી રહી છે. બાતમીના આધારે શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આજવા ચોકડી રાત્રી બજાર નજીક નંબર પ્લેટ વગરની બાઈક પર એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી સાદકહસન અલીમુદ્દીન દીનમહંમદ શા (ફકીર) (રહે. ઉત્તરાખંડ) હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી પાસેથી દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત આરોપીની ટ્રાવેલિંગ બેગની તપાસ દરમિયાન બે સોનાની બંગડીઓ, એક સોનાની વીંટી, વિવિધ ગ્રહોના 19 પથ્થરના નંગ, મોબાઇલ, રોકડ રકમ અને અન્ય સામાન મળી આવ્યો હતો. દાગીના અંગે કોઈ આધાર પુરાવો કે ખરીદીના બિલ રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. વાતોમાં ફોસલાવી સોનાના દાગીના ઉતરાવી લીધા તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, 26 જુલાઈના રોજ રાવપુરા વિસ્તારના લાલકોર્ટ પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલી એક વૃદ્ધ મહિલાને તેણે અને તેના સાગરીત ઇલ્યાસમહમંદ હકીમીએ નિશાન બનાવી હતી. આરોપીઓએ મહિલાને "તમારા દીકરાને મોટું સંકટ આવવાનું છે, હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, તેને અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે" તેવી વાતોમાં ફોસલાવી હતી તેમના હાથમાંથી બે સોનાની બંગડીઓ અને એક વીંટી ઉતરાવી લીધી હતી અને 51 ડગલા ચાલો તેમ કહીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. બંને આરોપી ઉતરાખંડ થી મુંબઈ, સુરત થી વડોદરા આવ્યા હતા. મુંબઈ અને સુરતમાં વરસાદ હોવાથી તેઓ વડોદરા ઠગાઈ કરવાના ઇરાદે આવ્યા હતા. આરોપીનો સાગરીત હાલમાં ફરાર આ બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા આરોપીનો સાગરીત ઇલ્યાસમહમંદ નઝરુદ્દીન હકીમી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી 3.71 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં બે સોનાની બંગડીઓ, એક સોનાની વીંટી, હોન્ડા શાઇન મોટરસાયકલ, મોબાઇલ ફોન, રોકડ રકમ તથા વિવિધ પથ્થરના નંગનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને એકલા મળતા સિનિયર સિટીઝન નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ અંધશ્રદ્ધા અને ધાર્મિક વાતોનો સહારો લઈને ભોગ બનનારને વિશ્વાસમાં લઈ તેમના સોનાના દાગીના ઉતરાવી ઠગાઈ આચરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી અને તેના સાગરીત સામે અગાઉ બિહારના નવાડા પોલીસ સ્ટેશનમાં પણ સંગઠિત ગુનાનો કેસ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ફરાર આરોપીની શોધખોળ તશરૂ કરી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ:પાલનપુરમાં ગૌસેવકોએ કીર્તનયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું
    Next Article
    દુબઈ-મુંબઈની ઇન્ડિગો ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાથી 194 પેસેન્જરના જીવ અધ્ધર:7 વાગ્યે બીજી ફ્લાઈટમાં મુંબઈ મોકલાશે, 70 એમ્બ્યુલન્સ અને ડોક્ટરો સહિતનો સ્ટાફ સ્ટેન્ડબાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment