Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વિદ્યાર્થિનીઓનું હેલ્થ ચેકઅપ, પોષણ કીટ વિતરણ:ભારત વિકાસ પરિષદ અને હેલ્થ ઓફિસ દ્વારા ત્રિવેણી સેવા સંગમ કાર્યક્રમ

    10 hours ago

    પાટણની શેઠ એમ. એન. હાઇસ્કુલ ખાતે ભારત વિકાસ પરિષદ, પાટણ શાખા અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત ઉપક્રમે 'ત્રિવેણી સેવા સંગમ' કાર્યક્રમ યોજાયો હતો. 'એનિમિયા મુક્ત ભારત' અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં આરોગ્ય જાગૃતિ અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની કુલ 232 વિદ્યાર્થીનીઓનું હેલ્થ ચેકઅપ, હિમોગ્લોબિન (HB) ટેસ્ટ અને ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તપાસમાં 10 ટકા કે તેથી ઓછું હિમોગ્લોબિન ધરાવતી વિદ્યાર્થિનીઓને ભારત વિકાસ પરિષદ દ્વારા ચણા, ગોળ, ખજૂર સહિતની આયર્નયુક્ત પૌષ્ટિક આહાર કીટ અને જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, RBSK ટીમ અને અર્બન FHW દ્વારા ધોરણ-10ના તમામ વિદ્યાર્થિનીઓને ધનુર (ટીટનસ) અને ડીપથેરિયાની રસી પણ આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશભાઈ સોહેલે વિદ્યાર્થિનીઓને સંતુલિત આહાર, આયર્નયુક્ત ખોરાક, નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી એનિમિયા સામે સરળતાથી જીત મેળવી શકાય છે. સ્વસ્થ યુવા પેઢી જ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકે છે." શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે આ સેવાયજ્ઞને બિરદાવતા કહ્યું કે, "સ્વસ્થ દીકરી જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સાચી શક્તિ છે; આરોગ્ય પ્રત્યેની જાગૃતિ જ સફળ જીવનનો પાયો છે." તેમણે ઉમેર્યું કે શૈક્ષણિક વિકાસની સાથે વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે. આ સમગ્ર કાર્યક્રમ RBSKના મેડિકલ ઓફિસર ડૉ. મિતેશભાઈ જોશી અને ડૉ. પ્રકૃતિબેનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન નિશાબેન સોની અને પૂર્ણિમાબેન મોદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ મહિલા સહભાગીતા સંયોજિકા દીપલબેન કંદોઈએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી:અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; બાવળાના ધિંગડામાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યૂ
    Next Article
    સામાજિક કાર્યકર દ્વારા કોમી એકતાનો સંદેશ:અલુણા વ્રત કરી રહેલી બાળાઓને મહેંદી મૂકી ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરાયું, મુસ્લિમ યુવતીઓએ હિન્દૂ બાળાઓના હાથમાં મહેંદી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment