Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક કાર્યકર દ્વારા કોમી એકતાનો સંદેશ:અલુણા વ્રત કરી રહેલી બાળાઓને મહેંદી મૂકી ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરાયું, મુસ્લિમ યુવતીઓએ હિન્દૂ બાળાઓના હાથમાં મહેંદી મૂકી

    11 hours ago

    સંસ્કારી નગરી વડોદરાના સયાજીબાગ ખાતે ગૌરીવ્રતના પાવન અને પવિત્ર અવસરે સામાજિક સેવા અને કોમી એકતાનું એક અત્યંત અનોખું અને પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળ્યું હતું. વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર દ્વારા ગૌરીવ્રત રહી રહેલી 200થી વધુ નાની કુંવારીકાઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વ્રત કરતી તમામ કુંવારીકાઓના હાથમાં મહેંદી મુકવામાં આવી હતી. ઉપરાંત પૌષ્ટિક આહાર અને પ્રોત્સાહનરૂપે ડ્રાયફ્રૂટ્સની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરાઓની સાથે સાથે બાળકીઓના સ્વાસ્થ્ય અને તેમના ઉત્સાહને વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સયાજીબાગનું વાતાવરણ ભક્તિ અને આનંદથી ગુંજી ઊઠ્યું હતું. મુસ્લિમ યુવતીઓએ બાળાઓને મહેંદી મૂકી આ આયોજનની સૌથી ખાસ અને વિશેષ બાબત એ રહી કે તેમાં કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો એક સુંદર સંદેશ સમાજ સામે પ્રસ્તુત થયો હતો. સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજની બાળકીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગૌરીવ્રત કરી રહેલી હિંદુ કુંવારીકાઓના હાથમાં ખૂબ જ સુંદર મહેંદી મૂકી હતી. ધર્મની સીમાઓથી પર જઈને બાળકીઓ વચ્ચે જોવા મળેલો આ પ્રેમ અને ભાઈચારો ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી ગયો હતો. એક તરફ જ્યાં હિંદુ દીકરીઓ ગૌરીવ્રતની ઉજવણી કરી રહી હતી, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓએ તેમના હાથમાં મહેંદી રચીને પરસ્પર પ્રેમ, સન્માન અને કોમી એકતાની એક અમર મિશાલ કાયમ કરી હતી. સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ આ પ્રસંગે ગૌરીવ્રત કરનારી તમામ કુંવારીકાઓની માતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને તેમણે પોતાની દીકરીઓના આનંદમાં સહભાગી થઈ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સામાજિક અગ્રણી ગુલાબસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીએ આ સમગ્ર આયોજનને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યું હતું. ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને વાલીઓએ સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતની આ અનોખી અને પ્રશંસનીય પહેલને મુક્ત મને બિરદાવી હતી. આ કાર્યક્રમે માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સૌહાર્દ, અરસપરસનો પ્રેમ અને ભાઈચારો જાળવી રાખવાનો એક મજબૂત અને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં વિદ્યાર્થિનીઓનું હેલ્થ ચેકઅપ, પોષણ કીટ વિતરણ:ભારત વિકાસ પરિષદ અને હેલ્થ ઓફિસ દ્વારા ત્રિવેણી સેવા સંગમ કાર્યક્રમ
    Next Article
    LIG અને EWSના મકાન ભાડે આપ્યા તો 50 હજાર દંડ:90 દિવસ સીલ કરાશે છતાં જો પકડાયા તો 1 લાખનો દંડ, ત્રીજીવારમાં તો દસ્તાવેજ રદ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment