Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી:અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; બાવળાના ધિંગડામાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યૂ

    1 day ago

    ગુજરાતમાં પાછલા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું થોડું જોર ઘટ્યું છે. જો કે, રાજ્ય પર હાલ અપર એર સક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયકોલનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ પાંચ સિસ્ટમ સક્રિય થતા 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (27 જુલાઈ) વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 18 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આજે સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દાહોદના લીમખેડામાં 2 ઈંચ, અમીરગઢમાં 1.65 અને મહેમદાવાદમાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો… હકાભા ગઢવીની કાર ધ્રાંગધ્રામાં નદીમાં ખાબકી, છાતીસમા પાણીમાંથી માંડ-માંડ જીવ બચ્યો, VIDEO અમદાવાદમાં જળબંબાકાર, ધરાશાયી મકાન અને ધોલેરામાં NDRFનું રેસ્ક્યૂ અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એસ.જી. હાઇવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાથી કમર સુધી પાણી ભરાતાં વાહનચાલકો તથા રહીશો ભારે હાલાકીમાં મુકાયા છે, જ્યારે અનેક ટુ-વ્હીલર બંધ પડી ગયાં હતાં. આ સિવાય, પકવાન પાસે વૃક્ષ ધરાશાયી થવાની તેમજ આસ્ટોડિયાની ઢાળની પોળમાં જર્જરીત મકાન પડવાની ઘટના બની છે, જ્યાં એસ્ટેટ વિભાગે સ્થળ પર પહોંચી ભયજનક ભાગ હટાવવાની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ ધંધુકા અને ધોલેરા પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધંધુકા અને ધોલેરામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અતિશય વરસાદ અને પાણીની આવકને કારણે ધોલેરા તાલુકાનું વણી તળાવ ગામ ચારેય તરફથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. સ્થિતિની ગંભીરતા જોતાં તંત્ર દ્વારા NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે, જે બોટની મદદથી ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ડેમ અને જળાશયોની સ્થિતિ રાજ્યના સરદાર સરોવર (નર્મદા ડેમ)માં તેની કુલ ક્ષમતાના 69.25% (2,31,342 mcft) પાણીનો સંગ્રહ થયો છે. આ સિવાયના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.41% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 13 ડેમ 100% ભરાયેલા છે, 26 ડેમ 70%થી 100% અને 28 ડેમ 50%થી 70% સુધી ભરાયા છે. સુરક્ષાની દ્રષ્ટિએ હાલ 21 ડેમ હાઈ એલર્ટ પર, 05 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે. રોડ-રસ્તા અને વાહનવ્યવહારની સ્થિતિ ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 208 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં 137 પંચાયત હસ્તકના રસ્તા, 23 અન્ય માર્ગો, 12 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. રસ્તા બંધ થવાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અમદાવાદ (42 રસ્તા), વલસાડ (40 રસ્તા), સુરેન્દ્રનગર (23 રસ્તા) અને નવસારી (18 રસ્તા) છે. આ સિવાય GSRTC ની એસ.ટી. બસ સેવાને પણ અસર પહોંચી છે, જેના લીધે 164 રૂટ પરની 616 ટ્રીપો હાલ બંધ રાખવામાં આવી છે. NDRFની 17 અને SDRFની 33 પ્લાટુન તૈનાત ખરાબ હવામાનને કારણે IMD દ્વારા 27 જુલાઈના રોજ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53,117 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 8,080 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો અને SDRFની 33 પ્લાટુન તૈનાત રાખવામાં આવી છે. રાજ્યમાં કુલ 5 સિસ્ટમ સક્રિય, આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આવતીકાલે એટલે કે, 28 જુલાઈના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરાયું છે. ત્યારબાદ 29 જુલાઈના રોજ પણ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, માછીમારો માટે આગામી 30 અને 31 જુલાઈના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં કુલ 5 સિસ્ટમ સક્રિય છે, જેમાં અપર એર સક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયકોલનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન અને સહિત કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુક હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને રાજઘાટ પહોંચ્યા:બાપુને શ્રદ્ધાંજલિ આપી; તેમણે કહ્યું- હિંસાથી મામલો બગડે છે, તેથી સમય પહેલાં ઉપવાસ સમાપ્ત કર્યા
    Next Article
    પાટણમાં વિદ્યાર્થિનીઓનું હેલ્થ ચેકઅપ, પોષણ કીટ વિતરણ:ભારત વિકાસ પરિષદ અને હેલ્થ ઓફિસ દ્વારા ત્રિવેણી સેવા સંગમ કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment