Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈમાં વિશ્વઉમિયાધામ યુવા સંગઠનની બેઠક યોજાઈ:વૈશ્ચિક યુવા ઉદ્યોગસાહસિકોને જોડવા ચર્ચા થઈ

    9 hours ago

    દુબઈમાં વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલ તેમજ યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ દુબઈમાં સંસ્થાનું સંગઠન મજબૂત કરવાનો અને વિશ્વ ઉમિયાધામની વિચારધારાને દરેક પરિવાર સુધી પહોંચાડવાનો હતો. અમદાવાદના જાસપુર ખાતે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા (૫૦૪ ફૂટ) મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ દિવ્ય ઊર્જા સાથે સંગઠનને સોસાયટી સ્તર સુધી સશક્ત કરવાનું કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. દુબઈની બેઠકમાં આગામી સમયમાં સંસ્થાનું મજબૂત સંગઠન બનાવવાનો નિર્ધાર કરાયો હતો. આ બેઠકમાં VUF બિઝનેસ નેટવર્ક (VBN) ટીમની રચના કરવાનો પણ નિર્ણય લેવાયો હતો, જેનો હેતુ દુબઈના ઉદ્યોગપતિઓને એક મંચ પર લાવવાનો છે. આ ઉપરાંત, આગામી સમયમાં દુબઈ ખાતે VPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. દુબઈમાં યોજાયેલી આ બેઠકમાં VBNના ચેરમેન શુભ પટેલ, યુવા સંગઠનના વાઇસ ચેરમેન અશ્વિનભાઈ પટેલ, ભરતભાઈ નારોલ તેમજ સમાજના અન્ય મુખ્ય આગેવાનોએ વિશેષ હાજરી આપી હતી. આગામી દિવસોમાં દરેક સોસાયટી સુધી સંગઠનનું માળખું પહોંચાડી તેને વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે, સેવાભાવી કાર્યકરોએ એકજૂથ થઈને સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોની ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતા 194 મુસાફરોમાં ભય:દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
    Next Article
    પાટણમાં ગૌભક્તોની રેલી, કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કર્યું:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ ગૌહત્યા રોકવા કડક કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment