Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગૌભક્તોની રેલી, કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કર્યું:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ ગૌહત્યા રોકવા કડક કાર્યવાહીની માંગ

    8 hours ago

    પાટણમાં સોમવારે ગૌભક્તો અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા ગૌવંશની રક્ષા, ગૌહત્યા અટકાવવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલી ટીબી ત્રણ રસ્તાથી શરૂ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ગૌપત્રમાં મુખ્યત્વે ગૌહત્યા સાથે સંકળાયેલા ઇસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને પ્રવર્તમાન કાયદાઓનો ચુસ્ત અમલ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવાની પણ માંગ કરાઈ હતી. રઝળતા ગૌવંશ માટે યોગ્ય નિભાવ, ઘાસચારાની વ્યવસ્થા અને પાંજરાપોળ તેમજ આશ્રય સ્થાનોને સરકારી સહાય પૂરી પાડવાની પણ ગૌપત્ર દ્વારા માંગ કરવામાં આવી હતી. પાટણના ગૌપ્રેમીઓએ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રેલીમાં અનાવાડા હરિઓમ ગૌશાળાના સંચાલક દિનેશ જોષી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જગદીશ ઠકકર સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો અને પાંજરાપોળના સંચાલકો પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દુબઈમાં વિશ્વઉમિયાધામ યુવા સંગઠનની બેઠક યોજાઈ:વૈશ્ચિક યુવા ઉદ્યોગસાહસિકોને જોડવા ચર્ચા થઈ
    Next Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment