Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે:ગુરુના ઉપકારોનું ઋણ અદા કરવાનો અવસર: પ્રેમવત્સલદાસજી

    11 hours ago

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે બુધવાર, 29 જુલાઈએ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન અને આરતી કરવામાં આવશે. આ ઉપરાંત, જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આ પવિત્ર અવસરે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ દરમિયાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી જીવનમાં ગુરુના મહત્વ વિષય પર પ્રવચન આપશે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ગુરુના મહત્વ વિશે જણાવતા કહ્યું કે, "ગુરુપૂર્ણિમા એ ગુરુ-શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોનું ઋણ માત્ર 'ઋણ સ્વીકાર' અને 'ઋણ સ્મરણ' દ્વારા જ અદા કરી શકાય છે. આ 'ઋણ સ્વીકાર' અને 'ઋણ સ્મરણ'નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા." તેમણે વધુમાં જણાવ્યું કે, "'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે તેને દૂર કરનાર. જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે. જીવનમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ગુરુ કરવા અત્યંત આવશ્યક છે." સાધુ પ્રેમવત્સલદાસજીએ ઉમેર્યું કે, "ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે ટાંકણે શિલ્પનું નિર્માણ કરે છે, તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમીભરી દૃષ્ટિથી આપણી મલીનતા દૂર થાય છે. અજ્ઞાન, અંધકાર અને આસક્તિનો વિનાશ કરનારા તેમજ ગુણોનો વિકાસ કરનારા ગુરુ જ છે. તેથી જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ."
    Click here to Read More
    Previous Article
    'હું સ્ટ્રીટ ફાઇટર છું, AC રૂમમાં બેસનારો એક્ટિવિસ્ટ નહીં':રાજીનામા પછી ધર્મેન્દ્ર પ્રધાનનું પહેલું રિએક્શન, જયરામ રમેશ બોલ્યા- આવું થતું રહે છે
    Next Article
    ઇન્ડિગોની ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતા 194 મુસાફરોમાં ભય:દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment