Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તમ વર અને અખંડ સૌભાગ્યની કામના સાથે પૂજા-અર્ચના:ભાવનગરમાં જયાપાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં કન્યાઓની ભીડ જામી

    1 day ago

    ભાવનગર શહેર અને જિલ્લામાં જયાપાર્વતી અને ગૌરી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કુંવારી કન્યાઓએ ઉત્તમ જીવનસાથી મેળવવા અને પરિણીત સ્ત્રીઓએ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે શિવ મંદિરોમાં શિવલિંગ પર પંચામૃત અભિષેક કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સોળે શણગાર સજી શિવાલયોમાં મહાદેવની આરતી કરી પરંપરા મુજબ કુંવારી કન્યાઓએ સોળે શણગાર સજીને વહેલી સવારથી શહેરના વિવિધ શિવાલયોમાં જઈ મહાદેવની આરતી ઉતારી હતી. વ્રતધારી બાળાઓ અને મહિલાઓએ શિવલિંગ પર દૂધ, દહીં, મધ અને જળનો પંચામૃત અભિષેક કરી બિલિપત્ર તથા પુષ્પો અર્પણ કર્યા હતા. વ્રતના ત્રીજા દિવસે પાંચ દિવસના જાગરણની તૈયારીઓ બાળાઓના આ પવિત્ર વ્રતનો આજે ત્રીજો દિવસ છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતના અંતિમ દિવસે બાળાઓ રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરશે. સમગ્ર ભાવનગરમાં ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રતને લઈને કન્યાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ:વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મુદ્દે વિપક્ષ ચર્ચા પર મક્કમ, ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત; રાજીનામું આપનાર પ્રધાનને સાંસદોએ સન્માનિત કર્યા
    Next Article
    રાજકોટ છે કે યુપી-બિહાર..!:રવિવારે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન 42 શખસો છરી-હથિયાર સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment