Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ છે કે યુપી-બિહાર..!:રવિવારે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન 42 શખસો છરી-હથિયાર સાથે ઝડપાયા

    1 day ago

    રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવાની ઘટના સતત વધતી જોવા મળી રહી છે જેના અનુસંધાને રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાના કડક અમલવારીના ભાગરૂપે ખાસ ડ્રાઇવ યોજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક કાર્યવાહીની સૂચનાના ભાગરૂપે એ ડિવિઝન પોલીસે એક શખ્સને, થોરાળા પોલીસે 9 શખ્સોને, પ્રદ્યુમનનગર પોલીસે 5 શખ્સોને, ગાંધીગ્રામ પોલીસે 4 શખ્સોને, યુનિવર્સીટી પોલીસે 8 શખ્સોને, માલવિયાનગર પોલીસે 11 શખ્સોને અને તાલુકા પોલીસે 4 શખ્સોને છરી કે અન્ય તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપી પાડી કુલ 42 શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા અપાયેલી સૂચનાના અનુસંધાને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે હાથ ધરાયેલી આ સઘન ઝુંબેશ દરમિયાન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્તિકભાઇ દીલીપભાઈ ગોહેલ જાહેર રસ્તા પર છરી સાથે ઝડપાયા હતા. જયારે થોરાળા પોલીસે છરી રાખવા બદલ રોહીત ઉર્ફે માથારો રાજુભાઇ મકવાણા, રવીભાઇ ઉર્ફે દકળ મનશુખભાઇ સોલંકી, જયદીપ મનસુખભાઇ ફતેપરા, મયુર ઉર્ફે ભુરો ભુપતભાઇ ઓળકીયા, નીતીન વિનોદભાઈ દેગામા, સચીન મહેશભાઈ ચાવડા, આઝાદભાઇ દીપકભાઇ સોલંકી, ભાવેશભાઇ મગનભાઇ ભવા અને અખ્તરહુશેન અબ્દુલભાઇ સુમરા સહિત કુલ 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગો પર તીક્ષ્ણ છરી સાથે નીકળેલા નેવીલ સંજયભાઈ હદવાણી, વીજયભાઈ દેવજીભાઈ કોળી, ઘનશ્યામ હસમુખભાઈ સોલંકી, અજીતભાઈ હમીરભાઈ મકવાણા અને અજયભાઈ ધનજીભાઈ પાટડીયા નામના 5 શખસોને હથિયારબંધી ભંગ બદલ પકડી પાડવામાં આવ્યા હતા. ​આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને રાધે ચા, ઘંટેશ્વર અને રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાંથી લાલાભાઇ વિરમભાઇ સાડમીયા, ગૌતમભાઈ ભીખુભાઈ રામાણી, સાગરભાઇ બીપીનભાઇ હેરમાં તથા ફારૂકભાઇ બસીરભાઇ મલેક મળી કુલ 4 શખ્સોને ગેરકાયદે છરી સાથે રોકી કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેવલમ આવાસ, રૈયાગામ, રૈયાધાર અને ગુરૂજીનગર આસપાસના વિસ્તારોમાંથી રોહનભાઈ રમેશભાઇ સોની-નેપાળી, ભાવિનભાઇ મનોજભાઇ ભોલા-સુથાર, અમીતભાઇ મંગલભાઇ પરમાર, પ્રશાંત વિનોદરાય સિમેજીયા-સોની, પાર્થ અતુલભાઇ નિમાવત-બાવાજી, ગિરીશભાઇ માલજીભાઇ વાઘેલા, વિક્રમ રમેશભાઇ બીકે સોની-નેપાળી અને મિતેશભાઈ રમેશભાઇ પરમાર એમ કુલ 8 શખસોને છરી સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ​બીજી તરફ માલવીયાનગર પોલીસ ટીમે નાના મવા રોડ, મવડી પ્લોટ, અશોક ગાર્ડન અને ખોડીયારનગર વિસ્તારમાંથી સઘન ચેકિંગ કરીને નીરજભાઇ બહદુરસિંહ દેવડા, સુંદરબહાદુર ધંતબહાદુર સરકી, શરીફભાઇ રહીમભાઇ ભાસ, અભેસીંહ મોનાભાઇ પગી, હેમંતભાઇ રમેશભાઇ સોઢા, દિનેશકુમાર શ્રીરામજસ યાદવ, મયુરભાઇ જગદીશભાઇ મોરબીયા, દિવ્યરાજસિહ સુખદેવસિહ રાણા, જયભાઈ મનીષભાઈ કથેચા, હિતેષભાઇ વિનોદભાઇ સોલંકી તથા સલિમભાઇ પરવેશભાઇ શેખ સહિત 11 શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ અને સ્પીડવેલ ચોક નજીકથી અર્જુન ઉર્ફે અજુ વેરશીભાઇ માથાસુરીયા, ગોપાલભાઇ બેનાભાઇ મદુરીયા, ગોરધનભાઇ જકશીભાઇ સાડમીયા અને અદનાન અબ્દુલવહાબભાઇ સૈયદ નામના 4 શખ્સો છરી સાથે પકડાયા હતા. આ તમામ 42 આરોપીઓ સામે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં BNS કલમ 223 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ હથિયારબંધી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તમ વર અને અખંડ સૌભાગ્યની કામના સાથે પૂજા-અર્ચના:ભાવનગરમાં જયાપાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં કન્યાઓની ભીડ જામી
    Next Article
    Mumbai monsoon: Yellow warning sounded; Raigad braces for ‘very heavy rainfall’ – District-wise IMD alerts for Tuesday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment