Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાની ગંભીર સમસ્યા:ટાઉનશીપ વાળાએ માર્જીનની જગ્યા છોડ્યા વિના‎ દીવાલો ચણ્યાનો આક્ષેપ, પાણી નિકાલનો માર્ગ બંધ‎

    17 hours ago

    સુરેન્દ્રનગરમાં નગરપાલિકામાં સમાવેશ થયેલ છે તે ખેરાળી ગામથી રાજકોટ તરફ જવાનો રોડ છે. જૂનો ધણસીનો રોડ તરીકે ઓળખાય છે. તેના ઉપર ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશીપવાળાએ ગેરકાયદે દબાણો ખડકી દેતા વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાયેલ છે. જિલ્લા કલેકટર આ બાબતે તપાસ કરાવીને દબાણો દૂર કરાવવાની કાર્યવાહી કરાવે તેવી લાગણી અને માંગણી છે. આ અંગે ખેરાળીના રહીશો અને ખેડૂતોને ફરિયાદ છે કે, ખેરાળી ગામથી રાજકોટ તરફ જવા માટે હાઇવેને જોડતો નવો રોડ બે ત્રણ વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલ છે. આ રોડ ઉપર ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશીપો પણ આવેલી છે. સમસ્યા છે કે, ટાઉનશીપવાળાએ નિયમ મુજબ માર્જીનની જગ્યા છોડવી જોઈએ તે છોડ્યા વિના દિવાલો ચણી લીધી છે. આથી પાણીનો કુદરતી નિકાલ બંધ થઈ જતા વરસાદી પાણી આજુબાજુના ખેતરમાં ભરાઈ ગયા છે નવા રોડને પણ પાણી ભરાતા નુકસાન થયેલ છે. જિલ્લા કલેકટર આ અંગે તપાસ કરાવે અને ટાઉનશિપવાળાએ માર્જિન છોડ્યા વિના દીવાલો જાણીને કરેલા દબાણો દૂર કરાવે તેવી લાગણી અને માગણી છે. આ સમસ્યા ગંભીર હોવાથી વહેલીતકે કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે. માત્ર પ્લાનમાં જ માર્જિન છોડી છે ખેરાળીથી રાજકોટ તરફ જવા માટેના રોડ ઉપર ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ દ્વારા નિયમ મુજબ માર્જનની જમીન છોડ્યા વિના કરાયેલા દીવાલોના બાંધકામ કરવાના પ્રકરણમાં એવું જાણવા મળે છે કે, દબાણો કરનારાઓએ પ્લાનમાં માર્જિન છોડ્યાનું બતાવીને વાસ્તવમાં માર્જિનમાં છોડેલી જમીન ઉપર પણ દીવાલો ચણી લીધી છે. આ બાબતે તપાસની માંગ ઉઠી રહી છે. - પ્રવિણ ગુગલીયા, ખેડૂત
    Click here to Read More
    Previous Article
    રૂસ્તમવાડી સરકારી વસાહતમાં‎સફાઈના અભાવે રોગચાળાનો ભય‎:વહેલી તકે કચરા અને કાદવનો નિકાલ કરી પૂરતી રાહત સામગ્રી પહોંચાડવાની માગ
    Next Article
    60 મેડિકલ ઓફિસર, 360 હેલ્થ વર્કર,‎1100 આશા બહેનોની આરોગ્ય સેના‎:જિલ્લામાં પાણીમાં ગરકાવ થયેલા ગામોમાં ડોક્ટરોની ટીમ પહોંચી રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment