Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂસ્તમવાડી સરકારી વસાહતમાં‎સફાઈના અભાવે રોગચાળાનો ભય‎:વહેલી તકે કચરા અને કાદવનો નિકાલ કરી પૂરતી રાહત સામગ્રી પહોંચાડવાની માગ

    16 hours ago

    નવસારી શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રૂસ્તમવાડી રિંગરોડ પર આવેલી સરકારી વસાહતના રહીશોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. થોડા સમય પહેલાં માત્ર દેખાડા માટે ફૂડ પેકેટ આપવા આવેલા તંત્રની બેદરકારીના કારણે અહીંના નાગરિકો નર્કાગાર સ્થિતિ ભોગવી રહ્યા છે. અહીંના પૂરગ્રસ્તોએ આંસુ સાથે વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે અમે નજીકની શાળામાં આશરો લીધો અને બે દિવસ બાદ પાણી ઓસર્યા ઘર આખું પાણી પાણી અનાજ સંપૂર્ણપણે બગડી ગયું છે, પહેરવા માટે કપડા નથી અને ઓઢવા માટે કોઈ સાધન નથી. છેલ્લા બે દિવસથી તેઓ ભૂખ્યા છે, પરંતુ તેમની હાલત પૂછવા કે જોવા પણ કોઈ ફરક્યું નથી. "અમે ગરીબોના બેલી કોણ?" કહીને રૂદન કરવા લાગ્યા હતા. ​બીજી બાજુ, તંત્ર દ્વારા માત્ર કેશ ડોલ્સ (આર્થિક સહાય) ચૂકવીને સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી પૂરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું નથી. ગંદકી અને કાદવ-કિચડના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી વકી છે. સ્થાનિક રહીશો દ્વારા વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને પૂરતી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કન્ટેનર પલટ્યું:ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર પડતા માર્ગ બંધ
    Next Article
    વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાની ગંભીર સમસ્યા:ટાઉનશીપ વાળાએ માર્જીનની જગ્યા છોડ્યા વિના‎ દીવાલો ચણ્યાનો આક્ષેપ, પાણી નિકાલનો માર્ગ બંધ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment