Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કન્ટેનર પલટ્યું:ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર પડતા માર્ગ બંધ

    11 hours ago

    હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર હાજીપુર નજીક આજે 27 જુલાઈની સવારે એક કન્ટેનર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર પલટી ગયું હતું. આ અકસ્માતને કારણે સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો અને ઓવરબ્રિજના ડિવાઈડરને નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના બહુચરાજીથી નવી કારો ભરીને એક ટ્રક કન્ટેનર સોમવારે સવારે હિંમતનગર થઈને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. ઝરમર વરસાદ વચ્ચે હાજીપુર પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે કન્ટેનર ડિવાઈડર તોડીને સર્વિસ રોડ પર પડ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ હાઇવે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બંધ થયેલા સર્વિસ રોડને પુનઃ કાર્યરત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ચાણક્યપુરીમાં રસ્તો બેટમાં ફેરવાયો:એસજી હાઈવે સર્વિસ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન, સ્ટર્લિંગ સિટી સેક્ટર A,Bમાં રહીશોની ફરી ઊંઘ હરામ
    Next Article
    રૂસ્તમવાડી સરકારી વસાહતમાં‎સફાઈના અભાવે રોગચાળાનો ભય‎:વહેલી તકે કચરા અને કાદવનો નિકાલ કરી પૂરતી રાહત સામગ્રી પહોંચાડવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment