Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ચાણક્યપુરીમાં રસ્તો બેટમાં ફેરવાયો:એસજી હાઈવે સર્વિસ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન, સ્ટર્લિંગ સિટી સેક્ટર A,Bમાં રહીશોની ફરી ઊંઘ હરામ

    10 hours ago

    અમદાવાદમાં વહેલી સવારના માત્ર પોણો કલાકના વરસાદમાં બોપલના સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને Bમાં ફરી પાણી ભરાયા. જેના કારણે સવાર સવારમાં રહીશોની ફરી ઊંઘ હરામ થઈ. લોકો પોતાના વાહનો અન્યત્ર પાર્ક કરવા મજબૂર બન્યા. વધુ પાણી ભરાવાના ડરે કેટલાક રહીશોએ પોતાના ઘરના ફર્નિચર, કબાટ અને રસોડાના નીચેના ખાના ખાલી કર્યા. તો ચાણક્યપુરી પાસે કમર સુધીના વરસાદી પાણી ભરાયા છે. ચારે તરફનો રસ્તો બેટમાં ફેરવાયો છે. આ રસ્તેથી વાહન લઈને જવાનું પણ મુશ્કેલ બન્યું છે. ચાંદલોડિયા જતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે. આર્યન બંગલોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. ઘૂંટણસમા પાણી ભરતાં ફરી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પોણા ઈંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પોણા ઇંચમાં જળબંબાકારની સ્થિતિ:ધોળકા-ધંધુકામાં પણ ભારે વરસાદ, 11 જિલ્લામાં યલો એલર્ટ; 30 જુલાઈથી ફરી ધોધમારની આગાહી
    Next Article
    હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કન્ટેનર પલટ્યું:ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર પડતા માર્ગ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment