Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 મેડિકલ ઓફિસર, 360 હેલ્થ વર્કર,‎1100 આશા બહેનોની આરોગ્ય સેના‎:જિલ્લામાં પાણીમાં ગરકાવ થયેલા ગામોમાં ડોક્ટરોની ટીમ પહોંચી રહી છે

    18 hours ago

    જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં પોતાના જીવની પરવા કર્યા વગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. પાટડી તાલુકાના હેબતપુર ગામે ચારેય તરફ પાણી ભરાયેલા હોવા છતાં આરોગ્ય કર્મચારીઓએ લોકો સુધી પહોંચીને તબીબી સારવાર પૂરી પાડી હતી. જ્યારે સવલાસ ગામે સતત વરસતા વરસાદ વચ્ચે ગર્ભવતી મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સલામત સ્થળે ખસેડી સુખદ ડિલિવરી કરાવવામાં આવી હતી. આ રીતે માતા અને નવજાત બાળક બંનેને નવજીવન સાંપડ્યું છે. લીંબડી તાલુકાના રાણાગઢ અને કઠેચી જેવા બેટમાં ફેરવાયેલા વિસ્તારોમાં પણ હેલ્થ વર્કર્સ ઘરે-ઘરે જઈને લોકોની તપાસ કરી રહ્યા છે. તેમજ જિલ્લા કક્ષાએથી 10 તાલુકા નું લાયઝનિંગ કરીને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ 10 તાલુકા હેલ્થ ઓફિસર, 60 મેડિકલ ઓફિસર, 90 સુપરવાઇઝર, 350 એમપીએચડબલ્યુ, 360 ફીમેલ હેલ્થ વર્કર અને 1100 આશા બહેનોનું વિશાળ નેટવર્ક તૈનાત કરવામાં આવ્યું છે. તા.22 જુલાઈ 2026થી શરૂ કરાયેલા આ સર્વેન્સમાં સગર્ભા-ધાત્રી માતાઓ અને નાના બાળકોની વિશેષ કાળજી લેવાઈ રહી છે. 15 ઓગસ્ટ સુધી ચાલશે ઘનિષ્ઠ ઝુંબેશ, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય માટે તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાની ગંભીર સમસ્યા:ટાઉનશીપ વાળાએ માર્જીનની જગ્યા છોડ્યા વિના‎ દીવાલો ચણ્યાનો આક્ષેપ, પાણી નિકાલનો માર્ગ બંધ‎
    Next Article
    આજે મહાપાલિકાની સામાન્ય સભા વિવિધ સમિતિઓની રચના થશે‎:બાંધકામ, સેનિટેશન, વીજળી સહિત 13 કમિટીની રચના થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment