Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થળાંતર કરતા અનેક શ્રમિક પરિવારોના બાળકો પાયાના શિક્ષણથી વંચિત:આચાર્યે મજૂરના બાળકમાં ભણવાની જીજ્ઞાશા જગાડી હવે સામેથી શીખવા દોડી જાય છે,પિતા શાળાએ મોકલશે

    2 days ago

    રોજગારી માટે સતત સ્થળાંતર કરતા અનેક શ્રમિક પરિવારોના બાળકો પાયાના શિક્ષણથી વંચિત રહી જાય છે અને તેમને લેખન-વાંચન કે ગણનની પ્રાથમિક સમજ પણ મળતી નથી. પરંતુ જો કોઈ શિક્ષિત વ્યક્તિ થોડો સમય ફાળવીને માર્ગદર્શન આપે, તો આ બાળકોમાં પણ આત્મવિશ્વાસનો નવો સંચાર થઈ શકે છે. આવું જ એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત મહેસાણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જોવા મળ્યું છે. તાજેતરમાં ભવનમાં ચાલી રહેલા મરામત કામ દરમિયાન શ્રમિક પરિવાર સાથે આવેલા છ વર્ષના રાજવીર પર પ્રાચાર્ય વિનોદભાઈ હડીયોલની નજર પડી હતી. તેમણે હળવાસના સમયમાં રાજવીરને પોતાની ચેમ્બર અને વર્ગખંડમાં લઈ જઈ તેની સાથે આત્મીયતા કેળવી હતી. ત્યારબાદ બ્લેકબોર્ડ પર ચોક પકડતાં શીખવાડીને તેના મનમાં ભણવાની ઉત્સુકતા અને જિજ્ઞાસા જગાડી હતી. પ્રાચાર્યના આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે રાજવીરે ગણતરીના દિવસોમાં નોટબુકમાં 1, 2, 3 અને 4 સુધીના અંકો લખતાં શીખી લીધા અને હવે તે આગળનો 5નો અંક શીખી રહ્યો છે. દરરોજ સવારે પ્રાચાર્ય સંકુલમાં આવે એટલે રાજવીર સામેથી નવો અંક શીખવા તેમની પાસે પહોંચી જાય છે. 6 વર્ષના રાજવીરમાં ભણવાની ઉત્સુકતા અને ઝડપથી અંકજ્ઞાન શીખવાની ક્ષમતા જોઈને તેના પિતા પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓ જાતે જ બાળકના અભ્યાસ માટે નવો ચોપડો ખરીદી લાવ્યા હતા અને હવે વતન પરત ફરીને દીકરાને નિયમિત શાળામાં દાખલ કરાવવાનો મક્કમ નિર્ણય કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધાધુસણ:CCTVની નજર હેઠળ સુરક્ષિત અને સુવિધાસભર સ્માર્ટ ગામ
    Next Article
    અમીરગઢમાં બે ઇંચ,ડીસા-હડાદ-લાખણી અને ધરણીધર તાલુકામાં એક ઇંચ વરસાદ:દિયોદરમાં વરસાદી પાણીઓસર્યા,ભાભરમાં નુકશાનીનું સર્વે હાથ ધરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment