Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢમાં બે ઇંચ,ડીસા-હડાદ-લાખણી અને ધરણીધર તાલુકામાં એક ઇંચ વરસાદ:દિયોદરમાં વરસાદી પાણીઓસર્યા,ભાભરમાં નુકશાનીનું સર્વે હાથ ધરાયું

    2 days ago

    બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં રવિવારે દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યાં અમીરગઢમાં બે ઇંચ, ડીસા, હડાદ, લાખણી અને ધરણીધર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન ભાભર નગરપાલિકા દ્વારા શહેરમાં નુકશાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. દિયોદરમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદનું રવિવારે જોર ઘટયું હતુ. જ્યાં ભાભર નગરપાલિકા દ્વારા ટીમો બનાવી નુકશાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. જોકે, દિયોદરમાં કામગીરી હવે થશે. દરમિયાન રવિવારે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા 8 મી.મી. દાંતીવાડા 12 મી.મી., અમીરગઢ 47 મી.મી., દાંતા 5 મી.મી., પાલનપુર 8 મી.મી., ડીસા 25 મી.મી., હડાદ 21 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વાવ થરાદ જિલ્લામાં વાવ 5 મી.મી., થરાદ 9 મી.મી., દિયોદર 8 મી.મી., ભાભર 0, લાખણી 35 મી.મી., સુઇગામ 9 મી.મી., રાહ 11 મી.મી., ધરણીધર 27 મી.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થળાંતર કરતા અનેક શ્રમિક પરિવારોના બાળકો પાયાના શિક્ષણથી વંચિત:આચાર્યે મજૂરના બાળકમાં ભણવાની જીજ્ઞાશા જગાડી હવે સામેથી શીખવા દોડી જાય છે,પિતા શાળાએ મોકલશે
    Next Article
    Team India Grilled For Backing Abhishek Sharma Over Sanju Samson: "Why Different Rules?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment