Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત, CCTV:ફૂટપાથ પર વાહનની રાહ જોતા હતા ને બેકાબૂ બનેલી બસે કચડી નાંખ્યા, પરિવારજનનું હૈયાફાટ રૂદન

    3 days ago

    ભાવનગરમાં એસટી બસ સ્ટેન્ડ બહાર જ આજે(26 ઓગસ્ટ) એસટી બસ ત્રણ લોકો પર ફરી વળી હતી. જેમાં ફૂટપાથ પર વાહનની રાહમાં બેસેલા માતા-પુત્રીનું મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ભાવનગર-બાખલકાની બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે દીવાલ કાટમાળમાં ફેરવાઈ હતી. બસ સ્ટેન્ડની બહાર નીકળતા જ બ્રેક ન લાગી સવારના 10 વાગ્યા આસપાસ ડ્રાઇવર દિનેશ જાંબુચાએ(ઉ.વ.27) એસટી બસ (Gj-18-z 5080)ને લઈ ભાવનગર-બાખલકા રૂટ પર નીકળવાનું હતું. બસ નિર્ધારિત સમયે એસટી બસ સ્ટેન્ડમાંથી મુસાફરો ભરીને રવાના થઈ હતી. જેની થોડી સેકન્ડોમાં જ પૂરપાટ ઝડપે સ્ટેન્ડ બહાર નીકળતા સમયે બ્રેક લાગી ન હતી. આ સમયે દીવાલ પાસે ફૂટપાથ પર બેસેલા ત્રણ લોકોને અડફેટે લઈ ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ભાવનગર જિલ્લાના જ રામધરી સણોસરા ગામના 28 વર્ષીય લલિતાબેન પરમાર અને તેની 7 વર્ષની પુત્રી સોનિયા પરમારનું મોત નિપજ્યું છે. જ્યારે ઠોંડા ગામના મધુબેન લાલજીભાઈ વાઘેલા ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એક સાથે માતા-પુત્રીના મોતના કારણે હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદ જોવા મળ્યું હતું. 'ઓટે બેઠા હતા તે સમયે અચાનક બસ આવી' પ્રત્યક્ષદર્શી લાલજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે રંઘોળાથી ચાર લોકોને લઈને વાસણ લેવા આવ્યા હતા. ઈકો ગાડીમાંથી ઉતર્યા બાદ બસ સ્ટેન્ડની સામે દીવાલના ઓટે બેઠા હતા. ત્યારે અચાનક જ બસવાળાએ આવવા દીધી અને દીવાલ ભાંગી નાંખી. 'એસટી બસના ડ્રાઈવરની બેદરકારી છે' અન્ય એક પ્રત્યક્ષદર્શી જયેશભાઈ જાંબુચાએ જણાવ્યું હતું કે, અમે સવારમાં ફૂલ લેવા જતા હતા. અમારે ખાલી 5 સેકન્ડનો ફેર પડ્યો હતો. અમે જોયું કે, ST બસે સ્ટેન્ડની બહાર આવીને કાબૂ ગુમાવ્યો એટલે સીધી આ લોકો માથે ગાડી ચડાવી દીધી. એક બેન અને તેમની દીકરીને મેં બહાર કાઢ્યા હતા. એસટીના ડ્રાઈવરની ફૂલ બેદરકારી છે. એસટી બસના ડ્રાઈવરનું પોલીસે નિવેદન નોંધ્યું તો આ તરફ એસટી વિભાગના કર્મચારીઓએ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પોલીસ સ્ટેશન હાજર કર્યો છે. ફિક્સ પગારદાર દિનેશભાઈ ધીરાભાઈ બસ ચલાવી રહ્યા હતા. હાલ પોલીસે ડ્રાઈવરનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરી છે. જ્યારે ડ્રાઈવરને કોઈ વ્યસન ન હોવાનું પણ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'ટૉક્સિક'માં સ્ટાઇલ, સ્ટારડમ અને એક્શનનો ઓવરડોઝ:ગૂંચવાયેલી વાર્તા માથાનો દુખાવો બની, યશનો ડબલ સ્વેગ પણ ફિલ્મની નાવડી ડૂબતાં બચાવી ન શક્યો
    Next Article
    ઓઢવની નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા DEOએ સરકારને રિપોર્ટ સોંપ્યો:50% વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરવા શિક્ષકો પર દબાણ કરાતું, સ્કૂલની 100 ગ્રાંટ કાપવા ભલામણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment