Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરીગામમાં 4 પરપ્રાંતીય જુગાર રમતા ઝડપાયા:પોલીસ દરોડામાં ₹10,390નો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે, સરીગામ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સરીગામના રોહિતવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹10,390નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સરીગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર. બેરાની આગેવાનીમાં સર્વેલન્સ ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હામીદરજા અલાદાદભાઈને ખાનગી બાતમી મળી હતી કે રોહિતવાસમાં વિશ્રામભાઈની ચાલીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપત્તાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ચારેય શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ પકડાયેલા આરોપીઓ સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં નોકરી કરે છે અને મૂળ ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશના રહેવાસી છે. ઝડપાયેલા આરોપીઓમાં રોહણી ઉર્ફે હીરાલાલ રામાધર લોનીયા (ઉં.વ. 28, રહે. બ્રાહ્મણની ચાલી, સરીગામ, મૂળ મધ્ય પ્રદેશ), નસીમઅલી રઈશઅલી (ઉં.વ. 30, રહે. ઓધવનગર, સરીગામ, મૂળ ઉત્તર પ્રદેશ), ચીના કૈલાશનાથ પાસવાન (ઉં.વ. 26, રહે. રોહિતવાસ, સરીગામ, મૂળ ઉત્તર પ્રદેશ) અને ઈરફાન લલ્લુ શાહ (ઉં.વ. 28, રહે. રોહિતવાસ, સરીગામ, મૂળ ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગઝડતી તેમજ જુગારના દાવ પરથી કુલ ₹10,390નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ₹8,750 રોકડા અંગઝડતીમાંથી, ₹1,640 દાવ પરથી તેમજ 52 ગંજીપત્તાના પાના અને પાથરણાનો સમાવેશ થાય છે. સરીગામ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુજરાત જુગારધારા કલમ-12(એ) હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓઇલ ચોર ગેંગ ઝડપાઈ:બામણગામમાં કંપનીના ટેન્કરમાંથી ફર્નેશ ઓઇલની ચોરી કરતા છ આરોપી મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર CCTV-ડેસિબલ મીટર લગાવાશે:કંટ્રોલ રૂમથી ગતિવિધિ પર નજર રખાશે, ગયા વર્ષે હાથી ભડકવાના કારણે નાસભાગ મચી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment