Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઇલ ચોર ગેંગ ઝડપાઈ:બામણગામમાં કંપનીના ટેન્કરમાંથી ફર્નેશ ઓઇલની ચોરી કરતા છ આરોપી મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા

    2 days ago

    વડોદરાની કરજણ પોલીસે બામણગામની સીમમાં આવેલા હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડો પાડીને કંપનીના અધિકૃત ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ફર્નેશ ઓઇલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી બે તેલ ભરેલા ટેન્કર અને ચોરીના સાધનો સહિત કુલ ₹40.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છ સાગરીતોની રંગેહાથ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસનો દરોડો કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ અને તેમની ટીમ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 31 અને 32માં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક આખા પ્લોટને ચારેય તરફથી કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી જ ફર્નેશ ઓઇલ ચોરીના આ મોટા કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. બિલ્ટી હોવા છતાં રસ્તામાં ઓઇલની ચોરી પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછમાં બહાર આવ્યું કે, જંબુસરની 'સ્કોટ ગ્લાસ ઇન્ડિયા કંપની લિમિટેડ' દ્વારા ફર્નેશ ઓઇલ સપ્લાય કરવા માટે 'સ્ટાર એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટ'ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ટેન્કર ચાલકો પાસે કંપનીની સત્તાવાર બિલ્ટી હોવા છતાં, તેઓ નિર્ધારિત ફેક્ટરીમાં જવાને બદલે ઓઇલ ચોરી કરવાના ઇરાદે બામણગામના આ પ્લોટ પર ટેન્કર લાવ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર રીતે આશરે ₹5,29,853ની કિંમતનું 7,505 કિલોગ્રામ ઓઇલ બહાર કાઢી રહ્યા હતા. છ આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત પોલીસે આ કૌભાંડમાં સામેલ આરોપી સીરાજ અહેમદ, ફરાજ અસ્ફાક ખાન, અબ્દુલ મજીદ, મહમદ શોયેબ, અસ્ફાક અહેમદ અને નસીબુલ્લાની ધરપકડ કરી છે. આ સાથે જ ઘટનાસ્થળેથી ઓઇલ ભરેલા બે ટેન્કરો ઉપરાંત લોખંડના 5 બેરલ, જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, રબ્બરની પાઇપો, 3 સિન્ટેક્સ ટાંકી અને એક મોટરસાયકલ મળી કુલ ₹40,54,567નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરનો ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સુરક્ષામાં ચૂક:MPમાં એક્સપ્રેસ-વે પર પસાર થતા કાફલા સામે આવ્યા 3 યુવકો; 120ની ઝડપે હતી ગાડીઓ
    Next Article
    સરીગામમાં 4 પરપ્રાંતીય જુગાર રમતા ઝડપાયા:પોલીસ દરોડામાં ₹10,390નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment