Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સુરક્ષામાં ચૂક:MPમાં એક્સપ્રેસ-વે પર પસાર થતા કાફલા સામે આવ્યા 3 યુવકો; 120ની ઝડપે હતી ગાડીઓ

    2 days ago

    રતલામમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સુરક્ષામાં ગુરુવારે બપોરે ચૂકનો મામલો સામે આવ્યો છે. 8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગડકરીના કાફલા સામે અચાનક ત્રણ યુવકો આવી ગયા. ઘટના રતલામ જિલ્લાના શિવગઢ બ્રિજ પાસેની છે. કેન્દ્રીય મંત્રીના કાફલામાં સામેલ વાહનો આ ગ્રામીણોની બાજુમાંથી પસાર થતા બીજી લેનમાંથી નીકળી ગયા. આ ગાડીઓની ઝડપ લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી. તસવીરોમાં સંપૂર્ણ ઘટના ગુજરાત જઈ રહ્યા હતા નીતિન ગડકરી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. દેખાઈ રહ્યું છે કે હાઈવેની વચ્ચે ઉભેલા ત્રણ યુવકો ગાડીઓને રોકવાનો ઈશારો કરી રહ્યા છે. ગડકરી બુધવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરવા રાજસ્થાન પહોંચ્યા હતા. તેમણે બુંદીથી કોટા સુધી લગભગ 90KMના અંતરમાં એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કર્યું. આ પછી તેઓ ગુજરાત જઈ રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે તેઓ રતલામથી પણ પસાર થયા હતા. ગ્રામજનોએ કહ્યું- યુવકો બાળકોને રસ્તો પાર કરાવી રહ્યા હતા પોલીસે મામલાની તપાસ કરી. યુવકોના નામ શાંતિલાલ (32), નંદલાલ ભાભર (30) અને દિનેશ ભાભર (30) છે. આ બધા નિમકોપાડા પલસોડી ગામના રહેવાસી છે. યુવકોએ પોલીસને જણાવ્યું કે તેમના બાળકો હાઈવેની બીજી બાજુ બનેલી શાળામાં ભણે છે. ગુરુવારે પણ તેઓ બાળકોને શાળાએ છોડવા જઈ રહ્યા હતા, જેના માટે તેઓ ગાડીઓને રોકવાનો ઈશારો કરીને રસ્તો પાર કરી રહ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે તેમને કેન્દ્રીય મંત્રી ગડકરીના કાફલાના અહીંથી પસાર થવાની કોઈ જાણકારી નહોતી. હાલમાં, પોલીસ મામલાની તપાસમાં લાગી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં H-1B વિઝાના નિયમો વધુ કડક થઈ શકે છે:યુનિવર્સિટીઓની છૂટ મર્યાદિત થઈ શકે છે; ગ્રીન કાર્ડ સંબંધિત નવા નિયમો આવવાની શક્યતા
    Next Article
    ઓઇલ ચોર ગેંગ ઝડપાઈ:બામણગામમાં કંપનીના ટેન્કરમાંથી ફર્નેશ ઓઇલની ચોરી કરતા છ આરોપી મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment