Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના શ્રીરામ ધામ કાર્યાલયનું ઉદ્ઘાટન:સંતોના આશીર્વાદ અને સત્યનારાયણ કથા સાથે સમારોહ યોજાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના શ્રીરામ ધામ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી અને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મ સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ, હિંમતનગર જિલ્લા દ્વારા આ નવા કાર્યાલયનો શુભારંભ રવિવારે કરવામાં આવ્યો. સંવત 2082 અષાઢ સુદ-12ના પવિત્ર દિને સંતોના આશીર્વાદ અને સમાજના સહયોગથી આ કાર્યાલયનો પ્રારંભ થયો. હિંમતનગરમાં સહકારી જિન રોડ પર, પ્રથમ સ્કવેર સામે ટીપી રોડ પર આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે રવિવારે બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું હતું. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા દિલ્હી જતા પહેલા આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યાલયમાં યોજાયેલી સત્યનારાયણ ભગવાનની કથામાં ભાગ લીધો અને ત્યારબાદ કાર્યાલયની મુલાકાત લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થતી કામગીરી અંગે જાણકારી મેળવી. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું. કાર્યાલય શુભારંભ અને આશીર્વચન સમારોહ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વડીયાવીરના શાંતિગીરીજી મહારાજ, પોગલુંના સુનીલદાસજી મહારાજ અને હિંમતનગરના મહંતસ્વામિ સદ્ગુણદાસજીએ આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ હર્ષદભાઈ ગીલેટવાલા, પ્રાંત મંત્રી નલીનભાઈ પટેલ અને સાબરકાંઠા વિભાગ મંત્રી દીપેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન જિલ્લા અધ્યક્ષ જયેશભાઈ પટેલ અને જિલ્લા મંત્રી ગિરીશભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના ઘ-દોઢ સર્કલ પાસે આખી બસ સમાય એવો મસમોટો ભૂવો:બેરિકેટિંગ કરી તંત્રએ સંતોષ માનતા સ્થાનિકોમાં રોષ, જવાબદાર કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ
    Next Article
    સુરતમાં ટ્રાફિક પોલીસનો માનવતાભર્યો અભિગમ:પર્વત ગામમાં પાણી ઓસરતાં જ વાહનવ્યવહાર પૂર્વવત કરવા અધિકારીઓ ખડેપગે, સ્થાનિકોએ બિરદાવી કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment