Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ટ્રાફિક પોલીસનો માનવતાભર્યો અભિગમ:પર્વત ગામમાં પાણી ઓસરતાં જ વાહનવ્યવહાર પૂર્વવત કરવા અધિકારીઓ ખડેપગે, સ્થાનિકોએ બિરદાવી કામગીરી

    1 day ago

    દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં અવિરત વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાંથી હવે ધીમે-ધીમે રાહત મળી રહી છે. વરસાદી પાણી ઓસરતાં જ શહેરનું જનજીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. આવા સમયગાળા દરમિયાન સુરત શહેર ટ્રાફિક પોલીસના રીજયન-1 વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને માનવતાભરી કામગીરી સામે આવી છે. સુરતના પર્વત ગામ વિસ્તારમાં ભરાયેલાં પાણી ઉતરવાની સાથે જ ટ્રાફિક પોલીસે તુરંત મોરચો સંભાળીને ખોરવાયેલા વાહનવ્યવહારને સુચારુ બનાવવાની સરાહનીય કામગીરી કરી છે. પાણી ભરાતા અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડ્યા મળતી માહિતી મુજબ, પર્વત ગામ અને તેની આસપાસના મુખ્ય રસ્તાઓ પર ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે અનેક નાના-મોટા વાહનો તેમજ ફોર વ્હીલર રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો હતો. જોકે, જેવા પાણી ઓસરવાના શરૂ થયા કે તુરંત જ ટ્રાફિક પોલીસ રીજન-1 ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને રસ્તા પર બંધ પડેલા વાહનોને સુરક્ષિત રીતે સાઇડ પર ખસેડવાનું કામ હાથ ધર્યું હતું. વાહનોને ટોઇંગ કરી રસ્તો સંપૂર્ણપણે ક્લિયર કરાવ્યો આ કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનોએ ક્રેન અને ટોઇંગ વાહનોની મદદથી પાણીમાં ફસાયેલી અને બંધ પડેલી ફોર વ્હીલર કાર તેમજ અન્ય વાહનોને ટોઇંગ કરીને રસ્તો સંપૂર્ણપણે ક્લિયર કરાવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઉચ્ચ અધિકારીઓથી લઈને પોલીસ જવાનો કાદવ-કીચડ અને કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સતત ખડેપગે જોવા મળ્યા હતા. પોલીસની આ ત્વરિત અને સતત મહેનતને કારણે કલાકોથી અટવાયેલો વાહનવ્યવહાર ટૂંક સમયમાં જ પૂર્વવત થઈ શક્યો હતો. સ્થાનિકોએ તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા ટ્રાફિક પોલીસની આ નિષ્ઠાપૂર્વકની સેવા જોઈને પર્વત ગામના સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ આગળ આવીને ટ્રાફિક પોલીસ અને સ્થળ પર ઉપસ્થિત તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની આ સુચક કામગીરીને બિરદાવી હતી. સુરત ટ્રાફિક પોલીસ રીજયન-1 ની આ માનવતાવાદી અને ફરજ પ્રત્યેની સમર્પણ ભાવનાની આજે સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રજાની પડખે ઊભા રહીને રસ્તાઓ ક્લિયર કરવાની આ કામગીરીએ પોલીસ વિભાગની છબીને વધુ ઉજ્જવળ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના શ્રીરામ ધામ કાર્યાલયનું ઉદ્ઘાટન:સંતોના આશીર્વાદ અને સત્યનારાયણ કથા સાથે સમારોહ યોજાયો
    Next Article
    India vs Zimbabwe LIVE Score, 3rd T20I: Mayank Yadav Matches Bhuvneshwar Kumar's Record, Zimbabwe Off To Poor Start

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment