Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ઘ-દોઢ સર્કલ પાસે આખી બસ સમાય એવો મસમોટો ભૂવો:બેરિકેટિંગ કરી તંત્રએ સંતોષ માનતા સ્થાનિકોમાં રોષ, જવાબદાર કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

    1 day ago

    રાજ્યનું સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું ગાંધીનગર હાલ ચોમાસાના પ્રારંભે જ બિસ્માર રસ્તાઓ અને તંત્રની લાલિયાવાડીને કારણે ભુવા નગરી તરફ હરણફાળ ભરી રહ્યું છે. શહેરના હાર્દસમા ગણાતા ઘ-દોઢ સર્કલ નજીક સેક્ટર-3માં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર અચાનક એક વિશાળ ભૂવો પડી જતાં તંત્રની પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. તેમ છતાં તાત્કાલિક મરામત કરવાની જગ્યાએ નઘરોળ તંત્રએ માત્ર બેરિકેટિંગ કરીને સંતોષ માની લેતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. રસ્તા વચ્ચે બસ ઉતરી જાય એટલો મોટો ભૂવો પાટનગરમાં સ્માર્ટ સિટી હેઠળ ચાલી રહેલી કામગીરીની પોકળતા વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. શહેરના વ્યસ્ત ગણાતા ઘ-દોઢ પાસે સેક્ટર-3 તરફ જતાં મુખ્ય રસ્તા પર અચાનક વિશાળકાય ભૂવો પડી જતાં દૈનિક અવરજવર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાહનોની સતત અવરજવરથી ધમધમતા આ રોડ પર અચાનક ડામરનો રોડ બેસી જતાં એક આખી બસ ઉતરી જાય એટલો ઊંડો ભૂવો પડ્યો છે. જેના કારણે ચોમાસાના આ દિવસોમાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જીવ ચોક્કસપણે જોખમમાં મુકાયા છે. રસ્તાઓ અને પાઈપલાઈન નિર્માણમાં ગુણવત્તાના નામે વેઠ ઉતારી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્માર્ટ સિટી હેઠળ ગાંધીનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, કેબલિંગ અને રોડ રી-સરફેસિંગના કામો મુખ્ય છે. જોકે માત્ર સામાન્ય વરસાદ કે ભૂગર્ભમાં પાણીના લીકેજ માત્રથી રોડ બેસી જવાની આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે રસ્તાઓ અને પાઈપલાઈનના નિર્માણમાં ગુણવત્તાના નામે વેઠ ઉતારવામાં આવી છે. કોઈ વાહન ભૂવામાં ખાબકતા મોટી જાનહાનિ સર્જાઈ હોત સેક્ટર-3માં પ્રવેશવાના આ મુખ્ય માર્ગ પરથી રોજના હજારો નાગરિકો અને સરકારી કર્મચારીઓ પસાર થાય છે. તેવામાં જો કોઈ પૂરઝડપે આવતું વાહન કે સ્કૂલ બસ આ ભૂવામાં ખાબકી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં વ્યાપક વિરોધનો સૂર ઊઠ્યો છે. લોકોનો આક્ષેપ છેકે જંગી કરવેરા વસૂલતું મહાનગર પાલિકા તંત્ર કામગીરીમાં માત્ર ભ્રષ્ટાચાર જ આચરી રહ્યું છે. સ્માર્ટ સિટીનો જે મોભો ઊભો કરવામાં આવ્યો છે તે માત્ર કાગળ પર અને હોર્ડિંગ્સ પર જ સીમિત હોય તેવું ચિત્ર ઊભું થયું છે. જવાબદાર કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાય આ મહાકાય ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે માત્ર બેરિકેટ મૂકીને સંતોષ માની લેવાયો છે. પરંતુ સ્થાનિકોની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. ચોમાસું હજી તો જામી રહ્યું છે ત્યારે જો પાટનગરની આવી સ્થિતિ હોય તો તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ અંગે શહેર કોંગ્રેસ મહામંત્રી અશ્વિન સુહાને કહ્યું કે, દર વર્ષે અત્રેના રોડ પર ભુવા પડવાની સમસ્યા સર્જાઈ રહી છે. આટલો મોટો ભૂવો પડ્યો છતાં હજી તંત્ર ધ્વારા મરામતની કાર્યવાહી કરાઈ નથી. અમારી માંગ છેકે તાકીદે આ ભૂવો પૂરીને ભવિષ્યમાં ફરી આ સ્થિતિ સર્જાય નહીં એ રીતે કામગીરી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો:49 બોલમાં 81 રન બનાવ્યા; પહેલા જ બોલે મયંક યાદવે વિકેટ ઝડપી; ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના શ્રીરામ ધામ કાર્યાલયનું ઉદ્ઘાટન:સંતોના આશીર્વાદ અને સત્યનારાયણ કથા સાથે સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment