Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી-વલસાડ માટે ભાજપે રાહત સામગ્રી મોકલી:જગદીશ વિશ્વકર્માના હસ્તે સુરતથી અનાજ, ધાબળા, તાડપત્રી, ભોજન અને સ્ટુડન્ટ કીટ રવાના

    20 hours ago

    દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરી અને કિંમતી સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પૂરપીડિતોની વારે આવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે સુરતના ઉધના કાર્યાલયથી અનાજ અને અન્ય જીવનજરૂરી સામગ્રીની કિટ્સ ભરેલી ગાડીઓ વલસાડ અને નવસારી જિલ્લા માટે રવાના કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં આજે 3 ગાડી રવાના ગઈકાલે મોડી રાત્રે જ ચાર ગાડીઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવી હતી, જ્યારે આજે વધુ ત્રણ ગાડીઓ રવાના કરાઈ છે. આ તકે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ઝોનના બે દિવસીય પ્રવાસે છે. તેમણે ઉમરગામ, પારડી, વાપી, વલસાડ અને નવસારી જેવા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્તોની વેદના સાંભળી હતી અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. 15 હજાર અનાજ કીટ, 5 હજાર ધાબળાનું વિતરણ કરાશે અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી વસ્તુઓની યાદી તૈયાર કરીને તે મુજબ રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સુરત મહાનગર ખાતેથી 15000 રાશન કિટ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. દરેક 15 કિલોની આ કીટમાં રસોડાની તમામ જીવનજરૂરી સામગ્રીનો સમાવેશ થાય છે. જેમાંથી 3,500 કિટ્સ તૈયાર કરી રવાના કરવામાં આવી છે. જેમાં વલસાડ માટે 2500 અને નવસારી માટે 1100 કિટ્સ મોકલાઈ છે. આ ઉપરાંત, ઠંડી અને વરસાદથી રક્ષણ મેળવવા સુરતથી બંને જિલ્લાઓમાં 5000 ધાબળા, તાડપત્રી અને કપડા પણ મોકલવામાં આવી રહ્યા છે. બાળકો માટે સ્ટુડન્ટ કિટ,વિસ્થાપિતો માટે ભોજનની વ્યવસ્થા પૂરના પાણી ઘરોમાં ઘૂસી જવાથી બાળકોના ભણતરના પુસ્તકો, નોટબુક્સ સહિતનો સામાન પણ પલળીને ખરાબ થઈ ગયો છે. જેથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિશેષ સ્ટુડન્ટ કિટ (નોટબુક, ચોપડા અને શૈક્ષણિક સામગ્રી) તૈયાર કરીને બંને જિલ્લામાં મોકલવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં ઘરવખરી તણાઈ ગઈ છે કે ભીની ગઈ છે, ત્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રસોડા ચલાવીને લોકોને બે ટંકનું ગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ‘સેવા હી સંગઠન’ના મંત્ર સાથે ભાજપના કાર્યકર્તાઓ દિવસ-રાત રાહત કામગીરીમાં જોડાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ પુન:સ્થાપન માટે તંત્ર સક્રિય:લેક્ટર સોલંકીએ રાહત-પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે કરવા નિર્દેશ આપ્યા
    Next Article
    રેલવે મુસાફરો માટે મહત્વનાં સમાચાર:અમદાવાદ-વિરમગામ રેલખંડ ઉપર પાણી ભરાઇ જતા રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનો રદ અને 4 ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment