Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે મુસાફરો માટે મહત્વનાં સમાચાર:અમદાવાદ-વિરમગામ રેલખંડ ઉપર પાણી ભરાઇ જતા રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનો રદ અને 4 ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર કરાયો

    19 hours ago

    અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ-વિરમગામ અને છારોડી-વિરમગામ સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવા તેમજ ઓપરેશનલ કારણોસર રાજકોટ ડિવિઝનની ટ્રેન સેવાઓ ખોરવાઈ છે, જેમાં 26 જુલાઈ 2026ના રોજ 4 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે મોડા આગમન અને પેરિંગ રેકના વિલંબને કારણે ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ 5 કલાક મોડી થઈ હવે 10:30 વાગ્યે, ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ 11 કલાક 5 મિનિટ મોડી થઈ હવે 08:30 વાગ્યે, ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 5 કલાક મોડી થઈ હવે 16:50 વાગ્યે અને ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર પેસેન્જર 2 કલાક મોડી થઈ હવે 16:50 વાગ્યે ઉપડશે. પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશનો વચ્ચે તેમજ છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચેના રેલવે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. ટ્રેક પર પાણી ભરાઈ જવાની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુરક્ષા અને ટ્રેન સંચાલનને જાળવી રાખવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેરિંગ રેકની મોડી રવાનગી અને ઓપરેશનલ સંચાલકીય કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અને ઉપડતી વિવિધ એક્સપ્રેસ તથા પેસેન્જર ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા કલાકો મોડી રવાના થશે. રેલવે તંત્ર દ્વારા તમામ સંબંધિત ટ્રેનોના સુધારેલા સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા જાહેર થયેલી માહિતી અનુસાર, સમયમાં ફેરફાર કરાયેલી ટ્રેનોમાં સૌપ્રથમ ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ છે, જે 26 જુલાઈ 2026ના રોજ પોતાની મુસાફરી શરૂ કરવાની હતી. આ ટ્રેન અગાઉ સુધારેલા સમય 09:00 વાગ્યાના બદલે હવે 26 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 વાગ્યે રાજકોટથી રવાના થશે. આ ટ્રેન પેરિંગ રેક રાજકોટ સ્ટેશન પર મોડી પહોંચવાના કારણે પોતાના નિયત સમય કરતા પૂરા 5 કલાક મોડી ઉપડશે. આ જ રીતે, 25 જુલાઈ 2026ના રોજ મુસાફરી શરૂ કરનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસના સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન અગાઉ સુધારેલા ઉપડવાના સમય 07:00 વાગ્યાના બદલે હવે 26 જુલાઈ 2026ના રોજ સવારે 08:30 વાગ્યે જામનગરથી રવાના કરવામાં આવશે. પેરિંગ રેક હાપા ખાતે મોડી પહોંચવાના કારણે આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા 11 કલાક અને 5 મિનિટ જેટલી ભારે વિલંબથી ચાલશે. આ ઉપરાંત અન્ય મહત્વની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર (રી-શેડ્યૂલ) કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. તારીખ 26 જુલાઈ 2026ના રોજ વેરાવળથી બપોરે 11:50 વાગ્યે ઉપડનારી આ ટ્રેન 5 કલાક મોડી કરવામાં આવી છે અને હવે તે સાંજે 16:50 વાગ્યે વેરાવળથી ઉપડશે. આ ફેરફાર સામા પક્ષેથી આવતી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના મોડા આગમનને કારણે કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન પણ પ્રભાવિત થઈ છે. તારીખ 26 જુલાઈ 2026ના રોજ રાજકોટથી બપોરે 14:50 વાગ્યે ઉપડનારી આ પેસેન્જર ટ્રેન સંચાલકીય (ઓપરેશનલ) કારણોસર 2 કલાક મોડી રવાના થશે અને તેનો નવો ઉપડવાનો સમય સાંજે 16:50 વાગ્યાનો રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પડેલી અગવડતા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને મુસાફરી શરૂ કરતા પહેલા આ નવા સુધારેલા સમયની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલખંડ પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ વધુ વિકટ બનતા કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય પણ લેવો પડ્યો છે. તારીખ 26 જુલાઈ 2026ના રોજ ઉપડનારી કુલ 4 ટ્રેનોને પૂરેપૂરી રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નં. 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝનથી ચાલતી કુલ ચાર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમજ ચાર ટ્રેનો રિશેડ્યુલ થઈ છે. આ તમામ ફેરફારોને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે, જોકે રેલવે તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી રેલવે પ્રશાસને તમામ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. અને ત્યારબાદ મુસાફરી શરૂ કરે જેથી કોઈ મુસાફરોને વધુ પડતી મુશ્કેલી પડે નહીં.
    Click here to Read More
    Previous Article
    નવસારી-વલસાડ માટે ભાજપે રાહત સામગ્રી મોકલી:જગદીશ વિશ્વકર્માના હસ્તે સુરતથી અનાજ, ધાબળા, તાડપત્રી, ભોજન અને સ્ટુડન્ટ કીટ રવાના
    Next Article
    અમદાવાદ ગ્રામ્યમાં પાણીજન્ય રોગચાળાને નાથવા ઝુંબેશ:વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment