Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગ્રામ્યમાં પાણીજન્ય રોગચાળાને નાથવા ઝુંબેશ:વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ

    18 hours ago

    વરસાદને પગલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ અને નિવારક કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં આરોગ્ય ટીમો સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામોમાં પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરીનેશન, પાણીના નમૂનાઓની તપાસ, ફોગિંગ, એન્ટી-લાર્વલ પ્રવૃત્તિઓ અને દવાનો છંટકાવ જેવી નિવારક કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આશા, ANM, MPHW અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ તાવ, ઝાડા-ઉલટી, કમળો, ટાઈફોઇડ અને અન્ય પાણીજન્ય રોગોના લક્ષણો ધરાવતા દર્દીઓની ઓળખ કરવામાં આવે છે. તેમને જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જરૂરિયાતમંદ પરિવારોને ORS પેકેટ, ઝિંક ટેબ્લેટ અને પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ પણ કરાઈ રહ્યું છે, સાથે તેના યોગ્ય ઉપયોગ વિશે સમજણ પણ અપાય છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ નાગરિકોને અપીલ કરી છે કે માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ કરેલું પાણી જ પીવું. હાથની સ્વચ્છતા જાળવવી, ખુલ્લામાં વેચાતા ખોરાકનો ઉપયોગ ટાળવો અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. તાવ, ઝાડા, ઉલટી અથવા કમળાના લક્ષણો જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા પણ જણાવાયું છે. અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય ટીમોને એલર્ટ રાખવામાં આવી છે જેથી કોઈપણ સંભવિત રોગચાળાને સમયસર નિયંત્રણમાં લઈ શકાય. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે મુસાફરો માટે મહત્વનાં સમાચાર:અમદાવાદ-વિરમગામ રેલખંડ ઉપર પાણી ભરાઇ જતા રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનો રદ અને 4 ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર કરાયો
    Next Article
    કારગિલ વિજય દિવસ:હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી કલબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment