Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ પુન:સ્થાપન માટે તંત્ર સક્રિય:લેક્ટર સોલંકીએ રાહત-પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે કરવા નિર્દેશ આપ્યા

    21 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ તમામ વિભાગોને એલર્ટ મોડ પર મૂકી યુદ્ધના ધોરણે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યા છે. કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકાના પ્રભારી અધિકારીઓને તેમના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ રાહત કામગીરીનું સીધું નિરીક્ષણ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત, મકાન નુકસાની અને ઘરવખરી સહાયનો ત્વરિત સર્વે કરી નિયમાનુસાર ચુકવણી કરવા પણ સૂચના અપાઈ છે. ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશનયુક્ત શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો, ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ તેમજ પાણી અને ગટરની લાઈનોની ઝડપી મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી હોનારતને કારણે વિસ્થાપિત થયેલા અને તાત્કાલિક સહાયની જરૂરિયાત ધરાવતા લોકો સુધી ઝડપથી મદદ પહોંચાડવા માટે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારીઓ અને પ્રભારી અધિકારીઓએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક યોજી જાહેર હિતના તમામ કામો ત્વરિત પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કમિશનર પોતે સમગ્ર કાર્યવાહીનું સંકલન કરી રહ્યા છે. વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. માર્ગ અને મકાન વિભાગને તમામ હાઈવે અને ગ્રામીણ રસ્તાઓ પરથી અવરોધો દૂર કરી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા સૂચના અપાઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને નુકસાન પામેલા વીજપોલનું સમારકામ કરી, 24 કલાકમાં વીજળી પુનઃ સ્થાપિત કરવા આદેશો અપાયા છે. આરોગ્ય, કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા પણ અસરગ્રસ્તોની મદદ માટે સઘન પગલાં લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રાખી દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે. ખાસ કરીને તમામ સગર્ભા અને ધાત્રી માતાઓનો સંપર્ક સાધીને તેમને જરૂરી દવાઓ અને તબીબી સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે. બીજી તરફ કૃષિ વિભાગની કચેરીઓ દ્વારા ખેડૂતોનો સંપર્ક કરીને સરકારી ધારાધોરણો મુજબ જરૂરી માર્ગદર્શન અને સહાય પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે પશુપાલન કચેરી દ્વારા પશુધનને થયેલા નુકસાન, ગૌશાળાઓની પરિસ્થિતિ અને પશુ સારવારની જરૂરિયાતોનો સર્વે કરી પશુપાલકોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે
    Click here to Read More
    Previous Article
    ત્રણ દિવસ બાદ પણ બોપલ- ઘુમા- શેલામાં પાણી:શહેરમાં વરસાદથી ખરાબ અનેક જગ્યાએ રોડ બેસી જવા અને ભુવા પડવાની સ્થિતિ, પાણીનો નિકાલ નહીં
    Next Article
    નવસારી-વલસાડ માટે ભાજપે રાહત સામગ્રી મોકલી:જગદીશ વિશ્વકર્માના હસ્તે સુરતથી અનાજ, ધાબળા, તાડપત્રી, ભોજન અને સ્ટુડન્ટ કીટ રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment