Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ દિવસ બાદ પણ બોપલ- ઘુમા- શેલામાં પાણી:શહેરમાં વરસાદથી ખરાબ અનેક જગ્યાએ રોડ બેસી જવા અને ભુવા પડવાની સ્થિતિ, પાણીનો નિકાલ નહીં

    22 hours ago

    છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ બની છે. પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ઘુમા, શેલા અને વેજલપુર વિસ્તારમાં હજી પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. શહેરના બોપલ વિસ્તારમાં આરોહી ક્લબ રોડ પર આવેલા ભાગવત બંગલોઝ સહિત ગામની સોસાયટીઓમાં પણ હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. બોટ મારફતે બંગલોમાં અવરજવર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હજી સુધી બંગલા અને રો હાઉસમાંથી પાણીનો નિકાલ કરી શકી નથી. વરસાદના વિરામ બાદ પણ સોસાયટીઓમાં પાણી ભરાયેલા શહેરના બોપલ વિસ્તારમાં આરોહી ક્લબ રોડ પર ભાગવત બંગલોઝ આવેલા છે. આખી સોસાયટી હજી પણ પાણીમાં ગરકાવ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાણીનો નિકાલ કરી શક્યું નથી અને લોકોના ઘરમાં તેમજ વાહનો પાણીમાં ડૂબેલા છે ત્યારે લોકો હેરાન પરેશાન છે. સોસાયટીઓમાં અવર-જવર કરવાના રસ્તાઓ ઉપર હજી પાણી ભરાયેલું છે જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ દિવસ થઈ ગયા છતાં પણ હજી સુધી બોપલ વિસ્તાર શિવાલય, આયર્મન, ઘુમા ગામ રોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. વરસાદના કારણે ભુવા પડ્યા અને રોડ બેસી ગયા ચામુંડા બ્રિજથી મેમ્કો તરફ જવાના રસ્તે પડ્યો ભૂવો પડ્યો છે. BRTS કોરિડોરની પાસે પડ્યો ભૂવો પડ્યો હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ભુવાને કોર્ડન કર્યો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી વસાહત પાસે પણ રોડ બેસી જવાની ઘટના બની છે ગટરના ઢાંકણાના મેન હોલની આજુબાજુ આખો રોડ બેસી ગયો છે. જોકે તંત્ર દ્વારા ત્યાં બેરીકેડિંગ કરવામાં આવ્યું નથી. વેજલપુરમાં એપાર્ટેમેન્ટના બેઝમેન્ટમાં હજી પણ 5 ફૂટ પાણી વેજલપુર વિસ્તારમાં સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં હજી પણ 5 ફૂટ પાણી ભરાયેલા છે. બેઝમેન્ટ માં હજી પણ 2 કાર ફસાયેલી છે. ડ્રેનેજના પાણી બેક માર્યા એટલે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. પાણી નિકાલ માટે તંત્રએ મદદ ન કરી કોઈ વ્યવસ્થા પણ કરી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે 3 દિવસ વીતી ગયા હજી સુધી કોર્પોરેટર કે ધારાસભ્ય જોવા પણ નથી આવ્યા. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ સમસ્યાનું નિવારણ લાવવા માટે સ્થાનિક લોકોની માંગ છે બોપલ વિસ્તારમાં AMCએ કામગીરી હાથ ધરી બોપલ વિસ્તારમાં આવેલા બંગલો અને સોસાયટીઓમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા પીવાના પાણીની પણ લોકોને તકલીફ પડતી હોવાને લઈ આરોગ્યને ધ્યાનમાં રાખી સવારથી ફાયર બ્રિગેડની મદદથી AMC આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. લોકો સુધી મદદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની સાથે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. ઇસ્કોન ગ્રીન વિલા, જલદીપ ત્રણ અને ચાર સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીમાંથી સવારે પાણીનો નિકાલ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોસમનો 53.67% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42% ખાબક્યો:રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર, 22 સ્ટેટ હાઈવે સહિત 357 રસ્તા બંધ; આજે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ પુન:સ્થાપન માટે તંત્ર સક્રિય:લેક્ટર સોલંકીએ રાહત-પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે કરવા નિર્દેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment