Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોસમનો 53.67% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42% ખાબક્યો:રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર, 22 સ્ટેટ હાઈવે સહિત 357 રસ્તા બંધ; આજે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    1 day ago

    રાજ્યમાં ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. 26 જુલાઈ, 2026ના રોજ સવારે 06 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 53.67% (19.21 ઇંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 204 તાલુકામાં સરેરાશ 14.96 મિમી (0.59 ઇંચ) વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ નોંઘાયો છે. તો ઓગડમાં 3.86, ખેરગામમાં 3.39, નડિયાદમાં 3.31, નાનાપોંઢા 3.11 ઇંચ અને અન્ય 13 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સિઝનમાં ઝોન વાઈઝ રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 77.42% નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.22%, સૌરાષ્ટ્રમાં 43.50%, ઉત્તર ગુજરાતમાં 39.53% અને કચ્છમાં સૌથી ઓછો 18.89% વરસાદ નોંધાયો છે. આજે રવિવારે 12 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાક (બપોરના 1 વાગ્યા સુધી) હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વિસ્તારમાં 41 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે પવનો ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી માટે યલો એલર્ટ જારી કરાયું છે, જ્યાં હળવો વરસાદ થવાની સંભાવના છે. નર્મદા ડેમ 69.25% ભરાયો, 14 ડેમ સંપૂર્ણ છલકાયા રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, મુખ્ય સરદાર સરોવર (નર્મદા ડેમ) કુલ ક્ષમતાના 69.25% ભરાયેલો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 45.17% પાણીનો સંગ્રહ થયો છે, જેમાંથી 14 ડેમ 100% પૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને 25 ડેમ 70%થી 100% સુધી ભરાયા છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 21 ડેમ માટે હાઈ એલર્ટ, 4 ડેમ માટે એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ જારી કરવામાં આવી છે. પૂર કે પાણીમાં ફસાયેલા 7,995 લોકોનું રેસ્ક્યૂ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 52,085 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર કે પાણીમાં ફસાયેલા 7,995 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. હાલમાં રાહત કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો, SDRFની 33 પ્લાટૂન અને આર્મીની 5 ટીમો તૈનાત રાખવામાં આવી છે. 22 સ્ટેટ હાઈવે સહિત 357 રસ્તા બંધ ભારે વરસાદના પરિણામે રાજ્યમાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે, જેમાં કુલ 357 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ માર્ગોમાં 22 સ્ટેટ હાઈવે, 2 નેશનલ હાઈવે (અમદાવાદ-1, સુરત-1), 35 અન્ય રાજ્ય માર્ગો અને 278 પંચાયત રોડનો સમાવેશ થાય છે. બીજી તરફ, GSRTCની કુલ 1,309 ટ્રીપો રદ કરવી પડી છે, જેનાથી એસ.ટી. નિગમને ₹36.09 લાખથી વધુની આવકનું નુકસાન થયું છે. રાજ્યમાં 59.59% વાવેતર પૂર્ણ રાજ્યમાં અત્યાર સુધીમાં 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતરના 59.59% છે. જેમાં મગફળી (86.05%), સોયાબીન (88.40%) અને કપાસ (78.71%) મુખ્ય પાક રહ્યા છે. માઉન્ટ આબુમાં ગુજરાત અને રાજસ્થાનના સહેલાણીઓ ઉમટ્યા રાજસ્થાનના પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે મનોહર કુદરતી દૃશ્યો સર્જાયા છે. હવામાન આહલાદક બનતાં જ ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પર્યટકો મજા માણવા માટે માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. હિલ સ્ટેશન અને અઢાર કિલોમીટરની ઊંચાઈ અને તેમાં પણ વરસાદી છાંટા…આવા મનમોહક વાતાવરણમાં સહેલાણીઓ પ્રફુલ્લિત થઈ રહ્યા છે. સુરતમાં પૂર બાદ સફાઈ કામગીરી તેજ, 23 રસ્તા ખુલ્લા કરાયા સુરતમાં પૂરની સ્થિતિ ઓસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ બંધ કરાયેલા 24માંથી 23 રસ્તા પરથી કાદવ-કીચડ દૂર કરી વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જ્યારે કોઝવે સર્કલ નજીકનો રસ્તો પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ શરૂ કરવામાં આવશે. ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી અને સણીયા ગામે જેસીબી તથા જેટીંગ મશીનની મદદથી માર્ગો પૂર્વવત કરાયા છે. લિંબાયત વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે વિશેષ મેડિકલ કેમ્પોનું આયોજન કરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા પડોશી જિલ્લા નવસારીમાં પણ સહાયરૂપ થઈ 12 મેટ્રિક ટન કચરાનો નિકાલ અને 1,050 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ચારણકા સોલર પાવર પ્લાન્ટમાં વરસાદી પાણી ભરાતાં ભારે તારાજી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે આવેલા એશિયાના સૌથી મોટા સોલર પાવર પ્લાન્ટમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતાં મોટું નુકસાન થયું છે. પ્લાન્ટમાં કાર્યરત ReNew Power, Aditya Birla, Mahindra Teqo, GNFC અને GPCL સહિતની 36 કંપનીઓના ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ રૂમ જેવા વિદ્યુત ઉપકરણો જળમગ્ન થતાં વીજ ઉત્પાદન પ્રભાવિત થયું છે. પાણી ઓસર્યા બાદ વિગતવાર સર્વે હાથ ધરાશે, પરંતુ પ્રાથમિક ધોરણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 25 જુલાઈના રાજ્યભરના વરસાદની પળેપળની અપડટે
    Click here to Read More
    Previous Article
    મીરાબાઈ ચાનુ ગોલ્ડ માટે ઉતરશે:કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ આજે; ભારતીય ખેલાડીઓ 5 રમતોમાં દમ બતાવશે
    Next Article
    ત્રણ દિવસ બાદ પણ બોપલ- ઘુમા- શેલામાં પાણી:શહેરમાં વરસાદથી ખરાબ અનેક જગ્યાએ રોડ બેસી જવા અને ભુવા પડવાની સ્થિતિ, પાણીનો નિકાલ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment