Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહે વાછરડાનો શિકાર કર્યો:રાજુલામાં દીપડો દેખાયો, વન વિભાગે તપાસ શરૂ કરી

    1 day ago

    અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધારી તાલુકાના દેવળા ગામ નજીક એક સિંહે ગણતરીની સેકન્ડમાં વાછરડાનો શિકાર કર્યો હતો. બીજી તરફ, રાજુલા શહેરમાં રાત્રીના સમયે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધારી તાલુકાના દેવળા ગામ નજીક ખાંભા રોડ પર આવેલ એક જનરલ સ્ટોર્સના છાપરા નીચે ઊભેલા વાછરડાનો સિંહે શિકાર કર્યો હતો. આ ઘટના રાત્રીના સમયે બની હતી અને તેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વરસાદી માહોલ વચ્ચે સિંહે વાછરડાને ગણતરીની સેકન્ડમાં જ શિકાર બનાવી લેતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાજુલા શહેરમાં આગરિયા જકાત નાકા વિસ્તારમાં રાત્રીના સમયે દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. રાત્રીના આશરે 2 થી 3 વાગ્યાની વચ્ચે સન્યાસ આશ્રમમાં દીપડો મંદિરમાં પ્રવેશી ભટકતો જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી વાયરલ કરતા લોકોમાં વધુ ભયનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ દ્વારા સન્યાસ આશ્રમ આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દીપડા અંગે સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકેશન મેળવ્યા બાદ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ડૂબ્યું પણ અમદાવાદીઓની મોજમસ્તી ના અટકી:બ્રિજ નીચે લાઈટિંગમાં રેઈન ડાન્સ, પાણી ભરાયેલા રસ્તા પર ખાટલો પાથર્યો, વોલીબોલ-ક્રિકેટ રમ્યા, બોટ લઈ નીકળ્યા
    Next Article
    લાલપુરના હરીપરમાં 70 મી.મી. વરસાદ:તાલુકાના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment