Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ડૂબ્યું પણ અમદાવાદીઓની મોજમસ્તી ના અટકી:બ્રિજ નીચે લાઈટિંગમાં રેઈન ડાન્સ, પાણી ભરાયેલા રસ્તા પર ખાટલો પાથર્યો, વોલીબોલ-ક્રિકેટ રમ્યા, બોટ લઈ નીકળ્યા

    1 day ago

    અતિભારે વરસાદે શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું, રસ્તાઓ નદી બન્યા, વાહનો અટકી ગયા, છતાં મુશ્કેલીઓ વચ્ચે પણ અમદાવાદીઓએ અનોખો મિજાજ જીવંત રાખ્યો હતો. ક્યાંક બ્રિજ નીચે રેઈન ડાન્સ થયો, ક્યાંક રસ્તા પર ખાટલો પાથરી રિસોર્ટ જેવી મજા માણવામાં આવી, તો ક્યાંક ઘૂંટણસમા પાણીમાં વોલીબોલ અને ક્રિકેટ રમાઈ. મુશ્કેલીને મોજમાં ફેરવી દેતા અમદાવાદીઓના આ અનોખા અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી એવા દૃશ્યો સામે આવ્યા કે જેમાં લોકો વરસાદી પાણીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો પણ અમદાવાદીઓના જિંદાદિલ સ્વભાવના વખાણ કરતા જોવા મળ્યા હતા. બ્રિજ ઉપરથી પડતા પાણી નીચે લોકો ન્હાવા લાગ્યા ભારે વરસાદના કારણે સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પાસે બ્રિજ નીચે કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું, પરંતુ આસપાસના લોકોએ તેની મજા માણી હતી. યુવકોએ બ્રિજ નીચે લાઈટિંગમાં રેઈન ડાન્સ શરૂ કરી દીધો હતો. બ્રિજ ઉપરથી પડતા પાણી નીચે લોકો ન્હાવા લાગ્યા હતા અને પાણીમાં ડૂબકીઓ લગાવવા લાગ્યા હતા. ભારે વરસાદ વચ્ચે ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને લોકોએ યાદગાર ક્ષણો બનાવી હતી. પાણી ભરાયેલા રસ્તા પર આરામ IIM રોડ તરફના તમામ રસ્તાઓ પણ પાણીમાં જળમગ્ન થઈ ગયા હતા. ગાડીઓને પણ ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે પાણી ભરાયેલા રસ્તા પર ખાટલો પાથરી લોકો એવી રીતે આરામ કરતા જોવા મળ્યા કે જાણે કોઈ આલીશાન રિસોર્ટમાં વેકેશન માણી રહ્યા હોય. પાણી ભરાયેલા રસ્તા પર આરામ ફરમાવતા લોકોને જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ વીડિયો બનાવવા લાગ્યા હતા. તેમજ મુશ્કેલીમાં મોજ કરતા લોકોને જોવા માટે વાહન ચાલકો પણ ઉભા રહી જતા હતા. પાણી ભરાયેલા રસ્તા પર ક્રિકેટ રમ્યા નવરંગપુરા વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી. તેમજ વિજય ચાર રસ્તા પર પણ નદીની જેમ પાણી વહેતા થતા ગાડીઓ પણ તણાવા લાગી હતી. જેથી આસપાસના લોકો પાણી ભરાવવાની મજા માણવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો ખુલ્લા મેદાનને બદલે પાણી ભરાયેલા રસ્તા પર ક્રિકેટ રમતા દૃશ્યો પણ સામે આવ્યા હતા. સામાન્ય રીતે મુશ્કેલી ગણાતી સ્થિતિને અમદાવાદીઓએ ઉત્સવમાં ફેરવી દીધી હોય તેવો માહોલ સર્જાયો હતો. વરસાદ વચ્ચે રમાયેલી અનોખી મેચ જોવા લોકો ઊભા રહી ગયા ગુજરાત યુનિવર્સિટી પાસે પણ તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે શાળાઓ અને કોલેજમાં પણ રજા આપી દેવામાં આવી હતી. વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી. અહીંં રસ્તા પર ઘૂંટણસમા પાણીમાં વોલીબોલ રમતા યુવકોના દૃશ્યો સામે આવ્યા હતા. પાણીના છાંટા વચ્ચે રમાયેલી આ અનોખી મેચ જોવા આસપાસના લોકો પણ ઊભા રહી ગયા હતા. બોટમાં બેસીને આનંદ માણ્યો વાહનોના પૈડા થંભી ગયા ત્યારે કેટલાક લોકોએ બોટનો સહારો લીધો હતો, પરંતુ જરૂરિયાત પૂરતી જ નહીં, કેટલાક યુવકો બોટ લઈને પોતાના વિસ્તારની સફરે પણ નીકળી પડ્યા હતા. અનેક સોસાયટીઓમાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે જાણે સ્વિમિંગ પૂલ બની ગયો હોય અને લોકો બોટમાં બેસીને તેનો આનંદ માણતા જોવા મળ્યા હતા. બાળકો હોય કે યુવાનો, દરેકે પોતાના અંદાજમાં વરસાદને યાદગાર બનાવી દીધો હતો. તો એક યુવક આખા પરિવારને ઇન્ફ્લેટેબલ પૂલમાં બેસાડીને વિસ્તારમાં ફેરવી રહ્યો હતો. તો કેટલાક બાળકો પણ ઇન્ફ્લેટેબલ પૂલમાં સોસાયટીમાં ફરતા નજરે પડ્યા હતા. આખા પરિવારને વરસાદની મજા માણતા જોઈ આપસાસના લોકો અચંબિત થઈ ગયા હતા. પાણીમાંથી પસાર થઈ દૂધ લેવા પહોંચ્યા અમદાવાદીઓ ચાના ખૂબ જ શોખીન હોય છે. સવારે જ્યાં સુધી ચાની ચૂસ્કી ન લગાવે ત્યાં સુધી તેમની સવાર પડતી નથી. જેના કારણે વહેલી સવારે દૂધ લેવા માટે દુકાનો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. શેલા વિસ્તારમાં આવેલા ક્લબ O7 પાસે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થઈ ગયા હતા. તેમ છતાં પાણીમાંથી પસાર થઈને મહિલાઓ અને પુરુષો દૂધ લેવા માટે દુકાનો પર લાઇન લગાવીને ઊભા હોય તેવો વીડિયો પણ વાઇરલ થયો છે. તો કેટલાક લોકો ઘૂંટણસમા પાણીમાં પણ દૂધ લેવા લાઇનો લગાવીને ઊભા જોવા મળ્યા હતા. અમદાવાદીઓ મુશ્કેલી સામે હિંમત હારતા નથી જોકે, આ દૃશ્યો અમદાવાદીઓના જિંદાદિલ સ્વભાવને દર્શાવે છે, પરંતુ બીજી તરફ ભારે વરસાદના કારણે અનેક પરિવારોને નુકસાન પણ વેઠવું પડ્યું હતું. ઘણા વિસ્તારોમાં ઘરો અને બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યા હતા, વાહનોને નુકસાન થયું હતું અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. તેમ છતાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોએ સાબિત કરી દીધું કે અમદાવાદીઓ મુશ્કેલી સામે હિંમત હારતા નથી. પરિસ્થિતિ કેટલી પણ વિકટ હોય, તેને પોતાના અંદાજમાં જીવવાની અને મુશ્કેલીને પણ યાદગાર ક્ષણોમાં ફેરવી દેવાની કળા અમદાવાદીઓ સારી રીતે જાણે છે. શહેર વરસાદમાં ભલે તરબોળ થઈ ગયું હોય, પરંતુ મુશ્કેલી વચ્ચે પણ હાસ્ય, ઉત્સાહ અને હિંમત જાળવી રાખવાની અમદાવાદીઓની આ ખાસિયત ફરી એકવાર જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રદર્શન સમાપ્ત, મંચ હટાવાયો, વિદ્યાર્થીઓ પાછા ફર્યા:જંતર-મંતર પર મોડી રાતથી સફાઈ ચાલુ, રસ્તાઓ સાફ થયા, કચરો હટાવાયો
    Next Article
    અમરેલીમાં સિંહે વાછરડાનો શિકાર કર્યો:રાજુલામાં દીપડો દેખાયો, વન વિભાગે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment