Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવ પૂર્વે 70થી વધુ ડીજે સાથે ડીસીપીની બેઠક:હવે તમામ ડી.જેએ ફરજિયાત ડેસિબલ મીટર લગાવવું પડશે

    1 day ago

    આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ડી.જે. સંચાલકો સાથે પોલીસની બેઠક યોજાઈ હતી. ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્માની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરના 70થી વધુ ડી.જે. સંચાલકો હાજર હતા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ નિયત મર્યાદામાં જ ડીજેનો અવાજ રાખવા અને દરેક સિસ્ટમ સાથે ડેસિબલ મીટર ફરજિયાત રાખવા બેઠકમાં સૂચના આપી હતી. પોલીસ દ્વારા જાહેરનામાની વિસ્તૃત માહિતી આપી તેનો ચુસ્તપણે અમલ કરવાની તાકીદ કરવામાં આવી છે. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિયત કરેલા 80 ડેસિબલથી વધુ અવાજ નહીં રાખવા માટે જણાવ્યું હતું. સૂચનોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ડી.જે. સંચાલકોને અપાયેલી સૂચનાઓમાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રહે અને નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે દરેક સંચાલકે પોતાની ડી.જે. સિસ્ટમ સાથે સાઉન્ડ લેવલ માપવા માટે ‘ડેસિબલ મીટર’ રાખવું પડશે. જાહેરનામા અનુસાર રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડી.જે. વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, ધાર્મિક કે કોમી લાગણી દુભાય તેવા શબ્દોવાળા કે ઉશ્કેરણીજનક ગીતો વગાડવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં આવેલી નાની-મોટી તમામ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોમાં ડી.જે. સિસ્ટમનો ઉપયોગ કરવો નહીં એમ પણ ડીસીપી દ્વારા બેઠકમાં જણાવાયું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે ડીજે સંચાલકોને સૂચના આપી છે કે નિયત ડેસિબલ મર્યાદા કરતા વધુ અવાજે ડી.જે. વગાડનારા કે જાહેરનામાનો ભંગ કરનારા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જોકે કાયદાનું પાલન કરવા માટે ડી. જે સંચાલકો સંમત થયા છે. - હિમાંશુ વર્મા, ડીસીપી ક્રાઈમ ડીજેના અવાજથી કાયમી બહેરાશ આવી શકે છે ડીજે કે સ્પીકરનો અવાજ 100થી 120 ડેસીબલ કે તેથી વધુ હોય છે, કાનના કોષો ક્ષતિગ્રસ્ત થાય છે, કાયમી કે અંશતઃ બહેરાશ આવી શકે છે. શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ છુટે છે, જેનાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધી જાય છે. મોટો અવાજ હૃદયના દર્દી માટે જોખમી છે. તેનાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ, માનસિક તણાવ, અસ્વસ્થતા, ચીડિયાપણું વધે છે. તહેવારો બાદ દર્દી ફરિયાદ લઈને આવે છે. - ડો આર.બી.ભેસાણીયા, ઇ.એન્ડ.ટી સર્જન
    Click here to Read More
    Previous Article
    પહેલીવાર એક ગ્રાઉન્ડમાં 2 સંસ્કૃતિના ગરબા:કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડના સારથી ગ્રુપનો નવતર પ્રયોગ, વડોદરાના પરંપરાગત સુગમ અને સૌરાષ્ટના મંડળી ગરબાની રમઝટ
    Next Article
    કોંક્રિટ પગલું:વાઘોડિયા ચોકડીથી રિંગ રોડ વચ્ચે RCCનું મોડેલ, રોડની વચ્ચે હરિયાળી-કેફે બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment