Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ પોલીસે સાયબર ગુનાનો આરોપી ઝડપ્યો:ફેસબુક પર મહિલાને બદનામ કરનાર અમરેલીથી પકડાયો

    15 hours ago

    સોનગઢ પોલીસે સાયબર ગુનાના એક આરોપીને અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ફેસબુક પર મહિલાનો ફોટો મૂકી તેને બદનામ કરતો હતો અને હેરાનગતિ કરતો હતો. આ ગુનો ગત 27 મે, 2026ના રોજ નોંધાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ પોતે પુરુષ હોવા છતાં બોગસ ફેસબુક આઈ.ડી.ના ડિસ્પ્લે પિક્ચર (ડી.પી.) પર ફરિયાદી મહિલાનો ફોટો મૂક્યો હતો. તેણે ફરિયાદીને અણગમતા અને હેરાનગતિ થાય તેવા મેસેજો મોકલી તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે ખોટું ઈલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભું કર્યું હતું. સોનગઢ પોલીસ સ્ટેશનને તપાસ દરમિયાન આરોપી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામ ખાતે હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમે ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે ઓપ્પો (OPPO) કંપનીના મોબાઈલ ફોનમાંથી ફરિયાદી મહિલાનો ફોટો ફેસબુકમાંથી મેળવી એડિટ કર્યો હતો અને ખોટી આઈ.ડી. બનાવી હેરાનગતિ કરી હતી. પકડાયેલ આરોપીનું નામ જીજ્ઞેશભાઈ ઉર્ફે કાળુ લક્ષ્મણભાઈ પાનસુરીયા (ઉંમર 39, ધંધો ખેતીકામ) છે, જે સુડાવડ ગામ, સાપર નજીક, તા. બગસરા, જી. અમરેલીનો રહેવાસી છે.
    Click here to Read More
    Previous Article
    ડુંગરોમાંથી ઝરણાં વહેતા થયા, પહાડો વાદળોમાં ગરકાવ:માઉન્ટ આબુમાં 'મિની કાશ્મીર' જેવો માહોલ, ધુમ્મસથી ઘેરાયેલા રસ્તાઓ પર ચાની ચુસ્કી લેતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા
    Next Article
    સોનગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો:રૂ. 14.76 હજારનો મુદ્દામાલ જપ્ત, એક વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment