Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો:રૂ. 14.76 હજારનો મુદ્દામાલ જપ્ત, એક વોન્ટેડ જાહેર

    14 hours ago

    તાપી જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફે એન.ડી.પી.એસ. કેસો શોધવા માટે પેટ્રોલિંગ દરમિયાન ગત રાત્રિએ સોનગઢમાંથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા રસ્તા પરથી સચિન ભોઈને અટકાવવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 4.92 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 14,760/- આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 39,760/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સચિનભાઈ ભીખાભાઇ ભોઈ મૂળ નંદુરબાર જિલ્લાના શહાદાનો રહેવાસી છે અને હાલ ઉકાઈ, તાપી ખાતે રહે છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ સોનગઢ પોલીસને સોંપવામાં આવી છે. આ સફળ કામગીરી એસ.ઓ.જી. પીઆઈ કે.ડી. મંડોરા, પીએસઆઈ એન.પી. ગરાસીયા, એએસઆઈ અજયભાઇ દાદાભાઇ, એએસઆઈ રાજેન્દ્ર યાદવરાવ, એચસી શરદભાઇ સુરજીભાઇ, એચસી રાજેશભાઇ જલીયાભાઇ, એચસી હિરેનભાઇ ચીમનભાઇ, એચસી કમલેશભાઈ કૃષ્ણાભાઇ, આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ, અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ, આ.પો.કો. અક્ષયકુમાર કાંતિલાલ તથા ડ્રા.પો.કો. અનિલભાઈ ઠગુભાઈ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ પોલીસે સાયબર ગુનાનો આરોપી ઝડપ્યો:ફેસબુક પર મહિલાને બદનામ કરનાર અમરેલીથી પકડાયો
    Next Article
    સોનગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો:તાપી SOG એ ₹14,760 નો જથ્થો જપ્ત કર્યો, મુખ્ય સપ્લાયર વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment