Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગરોમાંથી ઝરણાં વહેતા થયા, પહાડો વાદળોમાં ગરકાવ:માઉન્ટ આબુમાં 'મિની કાશ્મીર' જેવો માહોલ, ધુમ્મસથી ઘેરાયેલા રસ્તાઓ પર ચાની ચુસ્કી લેતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા

    16 hours ago

    રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદી માહોલ વધુ ઘાટો બન્યો છે. અરાવલ્લીની ગિરીકંદરાઓ વચ્ચે ઝરમર વરસાદ બાદ હવે ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ કુદરતી ઝરણાં વહેતા થઈ ગયા છે. પર્વતો પરથી વહેતા ઝરણાં, ધુમ્મસભર્યું આહલાદક વાતાવરણ અને સોળે કળાએ ખીલેલી હરિયાળીને કારણે માઉન્ટ આબુ હાલમાં 'મિની કાશ્મીર' સમાન ભાસી રહ્યું છે. આ મનમોહક નજારાનો આનંદ માણવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો છે. પ્રવાસીઓએ કહ્યું- ગઈકાલે વરસાદી છાંટા અને વાદળોનો અદભુત નજારો હતો, પણ આજે ડુંગરોમાંથી વહેતા ઝરણાં જોઈને દિલ ખુશ થઈ ગયું. ગરમાગરમ ચાની ચુસ્કી સાથે વહેતા ઝરણાંનો આ નજારો માઉન્ટ આબુને ખરેખર મિની કાશ્મીર બનાવે છે. વર્ષાઋતુમાં અહીં આવવું એ શ્રેષ્ઠ અનુભવ છે. અરવલ્લીના ઊંચા ડુંગરોની કોતરોમાંથી ખળખળ વહેતા સફેદ ઝરણાં ગઈકાલે ઝરમર વરસાદ વચ્ચે નવવધૂની જેમ ખીલી ઉઠેલા માઉન્ટ આબુમાં અત્યાર સુધીમાં 10 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ભારે વરસાદને કારણે પહાડો પરથી નાયગ્રા જેવા નાના-મોટા ઝરણાં જીવંત થઈ ઉઠ્યા છે. ડુંગરોમાંથી વહેતું આ વરસાદી પાણી કલેડી નદીમાં થઈને આગળ બનાસ નદી તરફ વહી રહ્યું છે, જેને જોવા માટે રસ્તાઓ પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ધુમ્મસથી ઘેરાયેલા રસ્તાઓ પર ચાની ચુસ્કી લેતા પ્રવાસીઓ માઉન્ટ આબુના મુખ્ય માર્ગો પ્રવાસીઓથી ભરચક બન્યા છે. 18 કિલોમીટરના વાંકડા ઘાટ પર પહાડોને સ્પર્શીને પસાર થતા સફેદ ઘેરા વાદળો વચ્ચે સહેલાણીઓ રોમાંચ અનુભવી રહ્યા છે. ઠંડી હવા અને વરસાદી છાંટા વચ્ચે પ્રવાસીઓ ગરમાગરમ ચા અને ભજીયાની મજા માણી રહ્યા છે, તો બીજી તરફ પ્રખ્યાત નખી લેકમાં વરસાદી ઝાપટાં વચ્ચે બોટિંગ કરવા માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નખી લેકમાં વરસાદી ઝાપટાં વચ્ચે બોટિંગનો આનંદ લેતા સહેલાણીઓ ગુજરાતના સરહદી વિસ્તારો નજીક હોવાથી અમદાવાદ, પાલનપુર અને મહેસાણાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિકેન્ડ માણવા પહોંચ્યા છે. સનસેટ પોઈન્ટ અને ગુરુ શિખર જેવા સ્થળો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા છે. માઉન્ટ આબુની તમામ હોટલો અને રિસોર્ટ હાલ પ્રવાસીઓથી હાઉસફુલ છે અને આખું હિલસ્ટેશન 'ધરતીનું સ્વર્ગ' બનીને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કિશોરનું સગીરા પર બે દિવસમાં ત્રણવાર દુષ્કર્મ:MPથી ભાગી આવી છેલ્લા બે મહિનાથી સુરતમાં રહેતી, કિશોરે મજબૂરીનો લાભ ઉઠાવી પ્રેમજાળમાં ફસાવી
    Next Article
    સોનગઢ પોલીસે સાયબર ગુનાનો આરોપી ઝડપ્યો:ફેસબુક પર મહિલાને બદનામ કરનાર અમરેલીથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment