Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રેનેજ પ્રોજેક્ટ અને ઝોન કચેરીની ટીમોએ તપાસ કરી:દિનેશ મિલ ગરનાળું ઊભરાવાનો ભેદ અઠવાડિયે ખૂલ્યો આખી લાઇન જ ચોકઅપ હતી, પાઇપ બહાર કઢાઈ

    1 day ago

    શહેરમાં એક સપ્તાહથી વરસાદી ગટર ચોકઅપ થઈ જતાં ડ્રેનેજના દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને દિનેશ મિલ ગરનાળામાં ઊભરાયાં હતાં. જેટિંગ મશીનથી સફાઈનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોકઅપ વધુ હોવાથી સફળતા મળી ન હતી. આખરે કામગીરીના ભાગરૂપે 900 એમએમ ડાયાની આખી પાઈપ લાઈન બહાર કાઢી લેવામાં આવી છે, જેનાથી હાલ પાણી ઊભરાવાનું બંધ થયું છે. સયાજીગંજમાં એક અઠવાડિયાથી દિનેશ મિલ ગરનાળું ઊભરાતાં પાણીનું મૂળ કારણ શોધવા ડ્રેનેજ પ્રોજેક્ટ અને ઝોન કચેરીની ટીમોએ તપાસ હાથ ધરી હતી. શુક્રવારે તપાસમાં જાણવા મળ્યું કે વરસાદી પાણીના નિકાલની લાઇન ચોકઅપ થઈ હતી. ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, એકાદ દિવસ ઓબ્ઝર્વેશન રાખ્યા બાદ સમારકામ પૂરું કરી બંધ રોડ પુનઃ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, સ્થિતિ એટલી વિકટ બની હતી કે રોડ સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી હતી. ગટરની પાઈપમાં કાટમાળ મળતાં અધિકારીઓ ચોંક્યા દિનેશ મિલ ગરનાળામાં ગટરના પાણી ઊભરાવવાના કારણે રોડ બંધ થયો કરાયો હતો. તેની વરસાદી ગટરની લાઇનમાં ચોકઅપ મળી આવતાં પાઇપને બહાર કાઢવામાં આવી હતી. જેમાં ભરાયેલો સ્લજ જોઈ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. પાઈપમાં કાટમાળ, ઈંટો અને માટીનો જથ્થો જોવા મળ્યો હતો. આ જથ્થો એ રીતે જમા થયો હતો કે, જેટિંગ મશીન પણ સાફ કરી શક્યું નહતું.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો, આજે યલો એલર્ટ:વિશ્વામિત્રી 12 ફૂટે, કાલાઘોડા સહિતના બ્રિજ પર પાણી જોવા માટે ટોળાં જામ્યાં
    Next Article
    હલકી ગુણવત્તાનું દૂધ બંધ કરાવવાની અદાવતે હુમલો કર્યો:મોટા ગામના ડેરીના મંત્રી પર શખ્સે ગાડી ચઢાવી મારી નાખવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment