Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હલકી ગુણવત્તાનું દૂધ બંધ કરાવવાની અદાવતે હુમલો કર્યો:મોટા ગામના ડેરીના મંત્રી પર શખ્સે ગાડી ચઢાવી મારી નાખવાનો પ્રયાસ

    1 day ago

    પાલનપુર તાલુકાના મોટા ગામે દૂધ ડેરીમાં હલકી ગુણવત્તાનું દૂધ લેવાનું બંધ કરાવવાની અદાવતમાં ગામના જ શખ્સે ડેરીના મંત્રી પર ગાડી ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત મંત્રી હાલ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોટા ગામના દૂધ ડેરીમાં હરીસિંહ કેસરસિંહ પરમારે 2023માં બનાસ ડેરીના સૂચનાથી જસવંતસિંહ સબળસિંહ પરમારનું હલકી ગુણવત્તાના દૂધને કારણે દૂધ લેવાનું બંધ કરાતા તે અદાવત રાખતો હતો. ગુરુવારે સવારે જસવંતસિંહ પરમારે હરિસિંહના પુત્ર દિલીપસિંહને બાપ-બેટાને ગાડી ચઢાવી મારી નાખવાની ધમકી આપી હતી. તેજ સાંજે હરીસિંહ પરમાર સિકોતર માતાજીના મંદિરે દર્શન કરવા જતા ત્યારે ચબુતરા પાસે ગાડી (જીજે-02-એપી-4609) ના ચાલકે હરીસિંહ પરમારને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. હુમલામાં માથામાં હેમરેજ તેમજ કમર અને આંખે ગંભીર ઈજાઓ થતાં ગ્રામજનોએ તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.જેથી ગઢ પોલીસે ગુનો નોંધ્યો છે. ડેરી મંત્રી સામે અગાઉથી ખોટી અરજીઓ થતાનો આક્ષેપ વર્ષ 2023માં હલકી ગુણવત્તાનું દૂધ બંધ કરાયા બાદ આરોપી જસવંતસિંહ સબળસિંહ પરમાર ડેરી મંત્રી હરીસિંહ કેસરસિંહ પરમાર તથા તેમના પરિવાર સામે અવારનવાર ખોટા આક્ષેપો સાથે વિવિધ કચેરીઓમાં અરજીઓ કરી હેરાન કરતો હતો. આ બાબતને કારણે બંને વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું.
    Click here to Read More
    Previous Article
    ડ્રેનેજ પ્રોજેક્ટ અને ઝોન કચેરીની ટીમોએ તપાસ કરી:દિનેશ મિલ ગરનાળું ઊભરાવાનો ભેદ અઠવાડિયે ખૂલ્યો આખી લાઇન જ ચોકઅપ હતી, પાઇપ બહાર કઢાઈ
    Next Article
    Commonwealth Games 2026 Day 4: India Schedule Today, Full Fixtures, Timings And Where To Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment