Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો, આજે યલો એલર્ટ:વિશ્વામિત્રી 12 ફૂટે, કાલાઘોડા સહિતના બ્રિજ પર પાણી જોવા માટે ટોળાં જામ્યાં

    2 days ago

    શહેરમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતાં પારો 1.8 ડિગ્રી ગગડી 27 ડિગ્રી પહોંચ્યો છે. જ્યારે વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી 12 ફૂટે વહી રહી છે. શહેરીજનો કાલાઘોડા, રાત્રી બજાર પાસે મંગલ પાંડે સહિતના બ્રિજ પર બે કાંઠે વહી રહેલી વિશ્વામિત્રીના ફોટા પાડવા પહોંચ્યાં હતાં. જેને કારણે બ્રિજ પર ટ્રાફિક પણ જામ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 26 જુલાઈએ યલો એલર્ટ આપ્યું છે, ત્યારે રવિવારે પણ ધીમી ધારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ શહેરીજનો પણ વરસાદની મોજ માણવા પાવાગઢ, હાથણી માતા સહિત પર્યટન સ્થળો પર પહોંચી ઊંચાઈ પરથી પડી રહેલા ઝરણાનો આહ્લાદક નજારો માણી રહ્યાં છે. શહેરમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ નથી. જોકે શહેરમાં શનિવારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા શનિવારે જાહેર કરેલા આંકડા અનુસાર, શનિવારે મહત્તમ પારો 27.6 ડિગ્રી અને લઘુતમ પારો 25 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજે 85 ટકા નોંધાયું હતું. સવારે 8:30થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન 7 મિમી વરસાદ વરસ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:કોન્સ્ટેબલની પરીક્ષાનો રનિંગ ટેસ્ટ પાસ કરનાર પત્નીને નોકરીની પતિએ ના પાડી, ઝઘડા બાદ મળવા બોલાવી જમાડીને રસ્તે રંજાડી
    Next Article
    ડ્રેનેજ પ્રોજેક્ટ અને ઝોન કચેરીની ટીમોએ તપાસ કરી:દિનેશ મિલ ગરનાળું ઊભરાવાનો ભેદ અઠવાડિયે ખૂલ્યો આખી લાઇન જ ચોકઅપ હતી, પાઇપ બહાર કઢાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment