Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:કોન્સ્ટેબલની પરીક્ષાનો રનિંગ ટેસ્ટ પાસ કરનાર પત્નીને નોકરીની પતિએ ના પાડી, ઝઘડા બાદ મળવા બોલાવી જમાડીને રસ્તે રંજાડી

    2 days ago

    કોન્સ્ટેબલની પરીક્ષા આપવા મુદ્દે ઝઘડો થતાં પરિણીતા પિયર જામનગર જતી રહી હતી. જોકે પતિએ તેને મનાવીને વડોદરા બોલાવ્યા બાદ વિવિધ સ્થળે ફેરવી હતી. તે પછી જમાડીને તેને રસ્તામાં એકલી મૂકી પતિ જતો રહ્યો હતો. પરિણીતાએ અભયમની મદદ લેતાં મહિલાનું લોકેશન મેળવી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. અભયમે જણાવ્યા મુજબ, મહિલાએ રાતેના સમયે મદદ માગી હતી. ટીમે સ્થળે પહોંચીને કાઉન્સેલિંગ કરતાં સામે આવ્યું કે, મહિલા મૂળ જામનગરની છે અને 3 મહિના પહેલાં જ તેણે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ જામનગરથી તેનો પતિ ટ્રાવેલિંગનો વેપાર કરવા વડોદરા આવ્યો હતો. થોડો સમય રહ્યા બાદ મહિલાએ કોન્સ્ટેબલની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું અને રનિંગ ટેસ્ટ પણ પાસ કરી લીધો હતો. જ્યારે લેખિત પરીક્ષા માટે રાજકોટ જવાનું હતું. જોકે પતિએ નોકરી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઘરસંસાર ન બગડે તે માટે મહિલા તે સમયે શાંત રહી હતી. જોકે અઠવાડિયા પછી પતિએ દારૂ પીને મારપીટ કરતાં પત્ની પિયર જતી રહી હતી. ત્યારબાદ પોતે ખોટું કર્યું હોવાનો અહેસાસ થતાં પતિએ ફોન કરી સમાધાનની વાત કરી હતી, જેથી પત્ની જામનગરથી વડોદરા આવી હતી. પતિ તેને બહાર ફરવા લઈ ગયો અને સાથે જમ્યા પણ હતાં. જોકે તે પછી પતિ “થોડું કામ છે” કહી નીકળી ગયો હતો અને પરત આવ્યો નહોતો. ઘણો સમય વિત્યા છતાં પતિ ન આવતાં પત્નીએ ફોન કર્યો હતો, પણ ફોન લાગતો નહોતો. બીજી તરફ વરસાદ વધતો હતો અને રાતે ક્યાં જવું તે ન સમજાતાં મહિલાએ 181 ડાયલ કરી અભયમની મદદ માગી હતી. મહિલાએ પિયર જામનગર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ભારે વરસાદને કારણે મોડી રાતે બસ કે ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી અભયમે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો. છેલ્લાં 2 વર્ષમાં વિદ્યાર્થિનીઓ સહિત 1 લાખથી વધુ મહિલાને 181 એપ વિશે માહિતી અપાઈ અભયમે 2 વર્ષમાં શહેર-જિલ્લાની સ્કૂલો, કોલેજ અને આઈટીઆઈ ઉપરાંત ઓફિસોમાં જઈ 1 લાખથી વધુ મહિલા અને યુવતીઓને 181 એપ વિશે માહિતી આપી હતી. જેમાં મુસીબતમાં હો તો 181 નંબર પર કોલ કરી મદદ મેળવી શકાય છે, તેમ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    AI ડ્રાઇવિંગ ટેસ્ટ:303 મહિલામાંથી માત્ર 7,પુરુષમાં 2713 પૈકી 230 પાસ
    Next Article
    શહેરમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો, આજે યલો એલર્ટ:વિશ્વામિત્રી 12 ફૂટે, કાલાઘોડા સહિતના બ્રિજ પર પાણી જોવા માટે ટોળાં જામ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment