Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI ડ્રાઇવિંગ ટેસ્ટ:303 મહિલામાંથી માત્ર 7,પુરુષમાં 2713 પૈકી 230 પાસ

    2 days ago

    માનવીય લાગણી વિનાની AI ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ આરટીઓમાં આવતી મહિલા ઉમેદવારો પ્રત્યે કંઇક વધુ નિર્દયી જણાય છે. આ વર્ષે 2 જૂનથી AI બેઝ્ડ સિસ્ટમ ચાલુ થયા બાદ 23 જુલાઇ સુધીના 52 દિવસોમાં ફોર વ્હીલર લઇને 303 મહિલાઓએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર 7 મહિલાઓ જ પાસ થઇ શકી હતી. મોટાભાગની મહિલાઓને ડ્રાઇવિંગ સ્કીલમાં રિવર્સ એસ અને પાર્કિંગ ફાવતાં નથી. સફળતાની આ ટકાવારી માત્ર 2.3 ટકા જ છે. સામાન્ય રીતે મહિલાઓ ફોર વ્હીલર ચલાવતાં ખૂબ કાળજી લેતાં તેમને સેફ ડ્રાઇવર માનવામાં આવે છે. જોકે જાણકારોના મતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને પરફોર્મન્સ એન્ઝાઇટી વધુ થઇ જાય છે, જેને લીધે તેઓ આ ટેસ્ટ પાસ કરી શકતી નથી. કારણ કે, આ સિસ્ટમ ટાઇમર, કેમેરા, વાઇબ્રેશન અને ઓપ્ટિકલ સેન્સર્સ પણ આધારિત છે. કેમેરા, ઓપ્ટિકલ સેન્સર્સ અને ટાઇમર હોવાથી 1 સેકન્ડ કે 1 ઇંચની ભૂલ પણ રેકોર્ડ થઈ જાય છે, જેમાં માનવીય હસ્તક્ષેપ શૂન્ય છે. બીજી તરફ ફોર વ્હીલર ટેસ્ટમાં ટકાવારીની દૃષ્ટિએ પુરુષ ઉમેદવારોની પણ સ્થિતિ કંઇ સારી નથી. ફોર વ્હીલર ટેસ્ટમાં પુરુષોને પણ આંટા આવી જાય છે. આ સમયગાળામાં 2713 પુરુષોએ ફોર વ્હીલરનો ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી 230 એટલે કે 8.48 ટકાને જ સફળતા મળી છે. ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા તાલીમમાં બદલાવ લવાયો, રિવર્સ-પાર્કિંગ પર વિશેષ ધ્યાન એક સ્કૂલના સંચાલક પુષ્પક પંચાલ કહે છે કે, ગ્રેડિયન્ટ્સ પર, ઊંધા એસ પર અને બોક્સ પાર્કિંગ પર વધારે ધ્યાન આપીએ છીએ. જ્યારે એસો.ના પ્રમુખ નિલેશ સોની કહે છે કે, એઆઇ ટ્રેક બાદ ડ્રાઇવિંગ સ્કૂલોએ RTOના સહયોગથી AI સિસ્ટમ આધારિત સિમ્યુલેટર અને ટ્રેનિંગ ટ્રેક્સ ઊભા કરવા જોઇએ. ટેસ્ટ પૂર્વે વીડિયો ધ્યાનપૂર્વક જોવો જોઈએ માર્ગ અકસ્માતો વધ્યા છે ત્યારે વાહન ચાલનનો ટેસ્ટ ખૂબ મહત્ત્વનો બન્યો છે. એઆઇ હોવાથી ડ્રાઇવિંગ કૌશલ્ય સારું હોય તો પાસ થવાય છે. ઉમેદવારોએ ટેસ્ટ પૂર્વે જે વીડિયો બતાવાય છે તે ધ્યાનથી જોવો જોઇએ, જે ઉપયોગી બનશે. > કેતન ખપેડ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરા ટોપ ટિપ્સ... સાઇડ મિરરનો સૌથી વધુ ઉપયોગ, માત્ર ક્લચથી સ્પીડ કંટ્રોલ કરો 1 બંને સાઇડ મિરર-રિયર વ્યૂ મિરર એવી રીતે સેટ કરો કે પાછળના વ્હીલ અને ટ્રેકની સફેદ-પીળી લાઇનો દેખાય. 2 રિવર્સ લેતાં સ્પીડ ધીમી રાખો, એક્સિલરેટરને બદલે ક્લચથી સ્પીડ કંટ્રોલ કરવી. 3 ચઢાણ પર બોક્સમાં કાર રોક્યા બાદ આગળ વધતાં કાર 6 ઇંચ પાછળ જાય તો સેન્સર ફેઇલ જાહેર કરે છે. 4 રેમ્પ પર કાર રોકી હેન્ડબ્રેક ખેંચો, આગળ વધતાં ફર્સ્ટ ગિયરમાં નાખી ક્લચ ધીમેથી છોડો. વાઇબ્રેશન આવતાં એક્સિલરેટર ધીમેથી આપી બ્રેક રિલીઝ કરો.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાની 2 વર્ષની બાળકી, પંચમહાલના 7 વર્ષના બાળકની સારવાર:સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ 2 બાળકો દાખલ કરાયાં
    Next Article
    સિટી એન્કર:કોન્સ્ટેબલની પરીક્ષાનો રનિંગ ટેસ્ટ પાસ કરનાર પત્નીને નોકરીની પતિએ ના પાડી, ઝઘડા બાદ મળવા બોલાવી જમાડીને રસ્તે રંજાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment