Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ‎:જૂનાગઢ સિવિલમાં જુવેનાઇલના‎ વિધવા માતાને રૂમમાં પૂરી દેતા વિવાદ‎

    15 hours ago

    જૂનાગઢની જુવેનાઇલ કોર્ટના હુકમ બાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા ગત તા. 24/7/26ના રોજ વ્યસન મુક્તિ અર્થે એક જુવેનાઇલને સિવિલ હોસ્પિટલના 7મા માળે રૂમ નં. 705 (માનસિક રોગ વિભાગ) ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ દરિમયાન ત્યાં ફરજ પરના નર્સ દ્વારા જુવેનાઇલના વિધવા માતા સાથે ગેરવર્તણૂક કરી હતી. બાળકી ઘરે એકલી હોવાની આજીજી કરવા છતાં નર્સે તેમને રૂમમાં લોક કરી રાખ્યા હતા. મોડી રાત્રે 11 વાગ્યે તેમના વકીલ હોસ્પિટલ પહોંચતા અને સીડબલ્યુસીના પત્રમાં માતાને રોકવાનો કોઈ ઉલ્લેખ ન હોવાનું સ્પષ્ટ થતાં આખરે તેમને મુક્ત કરાયા હતા. બીજા દિવસે તા. 25/7/26ના રોજ બપોરે જ્યારે વિધવા માતા પોતાના પુત્રને જમવાનું આપવા પહોંચ્યા, ત્યારે નર્સ દ્વારા કોઈ પણ ઉચ્ચ અધિકારી કે કમિટીની પૂર્વ સૂચના વગર જુવેનાઇલને હોસ્પિટલમાંથી બારોબાર ડિસ્ચાર્જ કરી દીધો હતો. કમિટી અને કોર્ટના હુકમથી દાખલ કરાયેલા દર્દીને આ રીતે રજા આપી દેવા અંગે પૂછતાં "અહીં હું કહું એમ જ ચાલશે " કહી દાદાગીરી કરી હોવાનું દર્દીના માતાએ જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના આ પ્રકારના વર્તન સામે વિધવા મહિલા દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. છેલ્લે બે ડિવિઝન ખાતે બાળકને મોકલી બીજા બાદ પોલીસ સ્ટેશનમાંથી બાળકને ઘરે લઈ જવા માટે વારંવાર ફોન કરવામાં આવ્યો હતો.જોકે સાંજ સુધી બાળકને લેવા માટે માતા ગયા ન હતા. કારણકે કોર્ટનો હુકમ એવો હતો કે તેને સિવિલમાં જ રાખવામાં આવે. તેમ તેમના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ શહેરમાં માંડ 2 મીમી વરસાદ:ગિરનાર પર 15 મીમી, ભેસાણમાં વહેલી સવારે 2 કલાકમાં ધોધમાર 3.5 ઇંચ
    Next Article
    ભાસ્કર વિશેષ‎:ગુરુપૂર્ણિમાની તૈયારી શરૂ: કાજુ મૈસુબ, મગનો શીરો, ઉંધિયુ, મોહનથાળનો પ્રસાદ પીરસાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment