Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:ગુરુપૂર્ણિમાની તૈયારી શરૂ: કાજુ મૈસુબ, મગનો શીરો, ઉંધિયુ, મોહનથાળનો પ્રસાદ પીરસાશે

    13 hours ago

    આગામી તારીખ 29 જુલાઇને બુધવારના રોજ અષાઢ માસની પૂનમના દિવસે ગુરુપૂણિર્માની ઠેર-ઠેર ઉજવણી થનાર છે. જેને લઇ ભવનાથક્ષેત્રના તમામ આશ્રમોમાં હાલ મંડપ, ડોમ ફીટીંગ સહિતની તૈયારીઓ શરૂ થઇ છે. તેમજ ગુરુપૂણિર્માના દિવસે ગુરુજનોએ પોતાના શિષ્યો માટે કાજુ મૈસુબ, મગનો શીરો, મોહનથાળ, લાડુ, ઉંધીયુ, અડદીયાનો લચકો સહિતના પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યુ કે, હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ગુરુઓની પૂજા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ-શિષ્ય પરંપરાનો ઉત્સવ છે, જે આધ્યાત્મિક માર્ગદર્શનનું પ્રતીક છે. આ દિવસે ગોરક્ષનાથ આશ્રમ ખાતે સમાધી પૂજન, ધજાઆરોહણ, સંતવાણી તેમજ દર્શનાર્થે આવતા ભાવિકો માટે સવારે નાસ્તામાં થેપલા, દહીં, અથાણુ, ફાફડા ઉપરાંત ફરાળમાં સુકીભાજી, ચેવડો, કાજુ મૈસુબ તેમજ બપોરના મહાપ્રસાદમાં કાજુ મૈસુબ, મગનો શીરો, ઉંધીયુ, પુરી, ભજીયા તેમજ સાંજે ભોજનમાં અડદીયાનો લચકો, ભજીયા, ભરેલા રીંગણાનુ શાક સહિતના પ્રસાદનુ આયોજન કરાયુ છે. આ ઉપરાંત ભવનાથક્ષેત્રમાં આવેલ અવધૂત આશ્રમ, ભારતી આશ્રમ, માધવાનંદ બાપુ આશ્રમ સહિતના વિવિધ સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે થવાની છે. હાલ આશ્રમોમાં મંડપો અને ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વિવાદ‎:જૂનાગઢ સિવિલમાં જુવેનાઇલના‎ વિધવા માતાને રૂમમાં પૂરી દેતા વિવાદ‎
    Next Article
    ‘ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પહેલું પગથિયું’:CJPના પ્રવક્તા બોલ્યા- રાજીનામા પછી રોકાઈશું નહીં, પોલીસકર્મીઓનો પણ હિસાબ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment