Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ શહેરમાં માંડ 2 મીમી વરસાદ:ગિરનાર પર 15 મીમી, ભેસાણમાં વહેલી સવારે 2 કલાકમાં ધોધમાર 3.5 ઇંચ

    16 hours ago

    સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં સરેરાશ અડધાથી સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સાથે મોસમના કુલ વરસાદની ટકાવારી 51.98 ટકાએ પહોંચી ગઈ હતી. જોકે શનિવારની વહેલી સવારના 4 વાગ્યાથી દરમિયાન ભેસાણ અને તેની આસપાસના વિસ્તારોમાં ઓચિંતા જ મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું. સવારના 6 વાગ્યા સુધી મેઘાએ અવિરત વ્હાલ વરસાવતા ભેસાણ પાણી પાણી થઈ ગયું હતું. સવારે 4 થી 6 વાગ્યાના 2 કલાક દરમ્યાન આકાશમાંથી ભેસાણ ખાતે 85 મીમી પાણી પડ્યાનું નોંધાયું હતું. જે સાથે ભેસાણનો મોસમનો કુલ વરસાદ 45.59 ટકા થયો હતો. પરોઢિયે 3.5 ઇંચ વરસાદથી ભેસાણ પંથકમાં મુરઝાતી મોલાતને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. અચરજ વચ્ચે 4 થી 6 ના સમયગાળા દરમિયાન માણાવદરમાં 1 મીમી, વંથલી, જૂનાગઢમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં ઝીરો વરસાદ રહ્યો હતો. જોકે શનિવારે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભેસાણમાં મેઘાએ આંશિક વિરામ રાખ્યો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ રહ્યો હતો. પરંતુ શનિવારની બપોરના 2.30 વાગ્યાના અરસામાં જૂનાગઢ શહેરમાં જોરદાર ઝાપટુ વરસી જતા થોડી જ વારમાં રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. શહેરમાં 4 મીમી વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ બપોરે 15 મીમી અને વંથલીમાં 2 મીમી મહેર થઇ હતી. બપોર બાદથી સાંજના 6 સુધીની સ્થિતિએ સમગ્ર જીલ્લામાં મેઘાએ આરામ ફરમાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સિમેન્ટ અને પાઈપના બોગસ ચલણો તેમજ પીએમસીના ફ્રોડ : કમિશનરને જાણ કરાઈ
    Next Article
    વિવાદ‎:જૂનાગઢ સિવિલમાં જુવેનાઇલના‎ વિધવા માતાને રૂમમાં પૂરી દેતા વિવાદ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment