Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:સિમેન્ટ અને પાઈપના બોગસ ચલણો તેમજ પીએમસીના ફ્રોડ : કમિશનરને જાણ કરાઈ

    17 hours ago

    મનપાના વોટર વર્ક્સ શાખા હેઠળ ચાલતા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમાયેલી 'સવજાણી એન્ડ ઈ કન્સલ્ટન્ટ, રાજકોટ' એજન્સી દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 60% નાણાં વપરાઈ ગયા બાદ પણ 64 કરોડ રૂપિયાનો અતિરિક્ત બોજ તિજોરી પર પડ્યો છે છતાં શહેરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાવાની અને અકસ્માતોની સમસ્યાઓ યથાવત છે. આ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આરટીઆઈ હેઠળ મળેલી માહિતીના આધારે આક્ષેપ કરાયો છે કે, કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા સિમેન્ટના ફ્રેમ કવર, મેઇન હોલ, ઈંટો અને પાઈપ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓના ડિલીવરી ચલણો બોગસ અને બનાવટી છે. આ અંગે ટંકારા, વિજાપુર અને મોરબી પોલીસ તપાસમાં પણ ચલણો બોગસ હોવાનું સામે આવ્યું હોવા છતાં મનપા દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત પી.એમ.સી. એજન્સી દ્વારા પી.એફ. અને જી.એસ.ટી. ના નિયમોનું પાલન ન કરાયું હોઈ, તમામ પેમેન્ટ અટકાવીને એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માંગ કરાઈ છે. 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવાશે‎ અરજદાર નરેશભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગટર કામમાં થયેલી સરકારી નાણાંની ઉચાપત અને બોગસ દસ્તાવેજો અંગે અગાઉ પણ પોલીસ અને મનપાને જાણ કરાઈ હતી. જો આગામી 10 દિવસમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જાહેર હિતમાં વડી અદાલતના આશરે જવાની અથવા જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. પોલીસ તપાસમાં પણ ચલણો બનાવટી સાબિત આરટીઆઈ હેઠળ મેળવેલા પુરાવાઓની ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે, ગટર કામના કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરાયેલા સિમેન્ટ કવર અને પાઈપ ખરીદીના ચલણો સંગઠિત કૌભાંડનો ભાગ છે. ટંકારા અને વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં પણ આ ડિલીવરી ચલણો સંપૂર્ણપણે બોગસ હોવાનું સામે આવ્યું છે, છતાં મનપા તંત્ર મૌન સેવી રહ્યું છે. 15 બિલ ચુકવાયા છતાં વર્ક પ્રોગ્રેસ રિપોર્ટ ગાયબ! અરજદાર નિલેશભાઈ ગરેણીયાના જણાવ્યા મુજબ, એજન્સી દ્વારા 15 જેટલા બિલોનું ચુકવણું મેળવી લેવાયું છે, પરંતુ મનપાના વોટર વર્ક્સ શાખા પાસે એક પણ ટ્રાયલ પીટના ફોટોગ્રાફ્સ, ''વર્ક પ્રોગ્રેસ રિપોર્ટ'' કે ''વર્ક પ્રોગ્રેસ ડ્રોઈંગ'' ઉપલબ્ધ નથી. જો આ તમામ રેકોર્ડ અને ડ્રોઈંગ જાહેર કરવામાં આવે તો કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ફેઝ - 2ની કામગીરીમાં આના સીવાય પણ ઘણી બધી ગડબડી થઇ છે. આ તમામ મામલે મ્યુ.કમિશનર જો કાર્યવાહી નહીં કરે તો રાજ્યસરકરને પણ રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અનઅધિકૃત મીડીયન ગેપ-દબાણો સામે લાલઆંખ:દેવભૂમિમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગેરકાયદે દબાણો સ્વૈચ્છિક દૂર કરવા તાકીદ, કાલે દબાણો હટાવાશે
    Next Article
    જૂનાગઢ શહેરમાં માંડ 2 મીમી વરસાદ:ગિરનાર પર 15 મીમી, ભેસાણમાં વહેલી સવારે 2 કલાકમાં ધોધમાર 3.5 ઇંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment