Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રના દાવા પોકળ:શહેરમાં કરોડોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરીની પ્રથમ વરસાદે પોલ ખોલતા વીજળી ગુલ, લોકોનું ચક્કાજામ

    19 hours ago

    જામનગર શહેરમાં PGVCL તંત્ર દ્વારા પ્રી-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની તમામ કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ કલાકો સુધી વીજળી ગુલ થઈ જતાં ગરમી અને અંધારપટ વચ્ચે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આજે સવારે પાણાખાણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને રસ્તાઓ પર ઉતરીને ચક્કાજામ થોડીવાર માટે કરી દીધો હતો. શહેરમાં મેઘરાજાએ વીજ તંત્રએ કરોડોના ખર્ચે કરેલી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખોલી નાંખી છે અને શહેરના ગુરૂદ્વારા ચોકડી પાસેનો વિસ્તાર, ન્યુ સ્કુલ પાછળના નહેરના કાંઠા સહિતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો શહેરના પાણખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજળી ડૂલ થઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાથી ત્રસ્ત બનેલા ગ્રાહકો અને મહિલાઓ આજે સવારે 11 વાગ્યાના સુમારે એકઠા થઈને રોડ પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા ઉદ્યોગનગરના રોડ નં-49 પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી દીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વીજળીની કાયમી સમસ્યા અંગે રજૂઆત કરવા માટે તેઓ શંકર ટેકરી સ્થિત ઉદ્યોગ વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં હાજર અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક કે પ્રમાણિક જવાબ આપવાને બદલે ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું હતું. તંત્રના આવા બિનજવાબદાર વલણને કારણે લોકોનો આક્રોશ બેવડાયો હતો અને તેમણે રસ્તા પર ઉતરીને વાહનવ્યવહાર ઠપ્પ કરી દીધો હતો. અચાનક કરાયેલા આ રસ્તા રોકો આંદોલનને કારણે ઉદ્યોગનગર રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી જતાં સામાન્ય વાહનચાલકો તેમજ નોકરી-ધંધે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે PGVCL દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે અને અણઘડ વહીવટ ચલાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. પાણાખાણ વિસ્તારમાં ટી.સી. ફેઈલ હોવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો... શહેરના પાણાખાણ વિસ્તારમાં વરસાદના કારણે એક ટ્રાન્સફોર્મર ફેઈલ થઈ ગયું હતું, જેના કારણે તે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ વિરોધ કર્યો હતો. જેનું સવારથી જ કામગીરી કરી અને વીજ ટ્રાન્સફોર્મર બદલીને બપોરના સમયે વીજ પુરવઠો ચાલુ કરી દીધો હતો.> એમ.આર.પટેલ કાર્યપાલક ઈજનેર
    Click here to Read More
    Previous Article
    મનપાની ટીમે જર્જરિત દીવાલનો બાકીનો ભાગ દૂર કર્યો‎:શહેરમાં દીવાલ ધરાશાયી પાર્ક કરેલી કારમાં નુકસાન
    Next Article
    અનઅધિકૃત મીડીયન ગેપ-દબાણો સામે લાલઆંખ:દેવભૂમિમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગેરકાયદે દબાણો સ્વૈચ્છિક દૂર કરવા તાકીદ, કાલે દબાણો હટાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment