Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ટીમે જર્જરિત દીવાલનો બાકીનો ભાગ દૂર કર્યો‎:શહેરમાં દીવાલ ધરાશાયી પાર્ક કરેલી કારમાં નુકસાન

    20 hours ago

    જામનગર શહેરના અતિ પોશ ગણાતા જોગર્સ પાર્ક વિસ્તાર નજીક એક અકસ્માત સર્જાયો હતો. જ્યાં આવેલી એક કમ્પાઉન્ડ વોલનો મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ પડ્યો હતો. અંદાજે 15 ફૂટ લાંબી અને સાત ફૂટ જેટલી ઊંચી દીવાલનો ભાગ અચાનક તૂટી પડતાં નીચે પાર્ક કરેલી એક કાર પર તેનો મોટો કાટમાળ પડ્યો હતો. આ ઘટનાના કારણે કારમાં નુકશાન થયું હતું. જે સમયે દીવાલ ધરાશાયી થઈ ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકા (મનપા)ની એસ્ટેટ શાખાનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ટીમ દ્વારા રસ્તા પરથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દીવાલના બાકી રહેલા જર્જરિત તથા ભયજનક ભાગને પણ સલામતીના ભાગરૂપે દૂર કરવામાં આવ્યો હતો. ચોમાસામાં દર વર્ષે મકાનની છત તેમજ રવેશના ભાગો ધરાશાયી થવાના તેમજ સાધના કોલોનીમાં બ્લોક ધરાશાયી થયાના બનાવો બનતા રહે છે. જેમાં લોકો ભોગ બનતા રહે છે. હાલ પણ શહેરમાં 300થી વધુ ઈમારતો જર્જરિત અને ભયજનક છે.
    Click here to Read More
    Previous Article
    અધિકારીઓ, કર્મચારીઓને વાહન પાર્કિંગ માટે હેરાનગતિ‎:કલેક્ટર કચેરીના પાર્કિંગમાં જ સાંજ પડતા ખાનગી વાહનોના ખડકલા
    Next Article
    તંત્રના દાવા પોકળ:શહેરમાં કરોડોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરીની પ્રથમ વરસાદે પોલ ખોલતા વીજળી ગુલ, લોકોનું ચક્કાજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment