Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા આતશબાજી:મંત્રીના રાજીનામા બાદ પીએમ મોદીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ

    8 hours ago

    દેશમાં છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી તાનાશાહી સરકાર સામે યુવાનો અને કોંગ્રેસની લડાઈને મોટી સફળતા મળી હોવાનો દાવો કરતા ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા શિશુવિહાર સર્કલ ખાતે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ પાસે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ​કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના યુવાનોની લડાઈને સાથ અને સહકાર આપવામાં આવ્યો છે, જેના પરિણામે તાનાશાહી વલણ ધરાવતી આ સરકારમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. આ “વિકટરી” ની ખુશીમાં જ ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ એકત્ર થઈને આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. ​આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા પોલીસ પ્રશાસન અને સરકાર સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, સરકારને આતશબાજીનો આ સામાન્ય કાર્યક્રમ પણ મંજૂર નહોતો, અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવાની ખોટી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. જોકે, આ બાબતે કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી હતી કે, અમે કે દેશનો યુવાન ક્યારેય ઝૂકવાનો નથી, અમારી આ લડાઈ હવે જ્યાં સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે..
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણી:ગઢડામાં કોંગ્રેસે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વધાવ્યું
    Next Article
    ગોધરામાં ગૌરી વ્રત મહોત્સવનો પ્રારંભ:બહેનો અને કન્યાઓ માટે રમતગમત, ડાન્સ, મ્યુઝિક, વિવિધ ગેમ્સ અને સેલ્ફ ડિફેન્સ પાંચ દિવસીય વિશેષ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment