Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણી:ગઢડામાં કોંગ્રેસે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વધાવ્યું

    9 hours ago

    કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ ગઢડા શહેરમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસે આ રાજીનામાને પોતાની લડતની જીત ગણાવી હતી. આ ઉજવણી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ, વિદ્યાર્થીઓના મુદ્દે થયેલા આંદોલન અને સતત દબાણના પરિણામે સરકારને ઝુકવું પડ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'આ અંત નથી, આ તો આરંભ છે' અને આગામી સમયમાં પણ જનહિતના મુદ્દાઓ માટે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી યોજાઈ હતી. જેમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર, કનુભાઈ જેબલિયા, કોર્પોરેટર કલ્પેશભાઈ ચાવડા, ગઢડા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશભાઈ યાદવ, કોંગ્રેસ અગ્રણી મિલનભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, યુવાનો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ અજય ઝાલાએ આ અંગેની માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    બાંધકામ સાઈટ પરથી પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત:ફેસ્ટિવ હોલીડે કંપનીનું દંપતી પ્રોફેસર સહિત વિદેશના ટુર પેકેજના નામે 8 લોકોના એડવાન્સ 50.07 લાખ લઇ ફરાર
    Next Article
    ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા આતશબાજી:મંત્રીના રાજીનામા બાદ પીએમ મોદીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment